EPFO Update: PF ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે વધુ પેન્શન; આ તારીખ પહેલાં કરો અરજી
EPFO Higher Pension: યોજનાનો લાભ લેવા માટે કર્મચારીઓએ નજીકની EPFO ઓફિસમાં જવું પડશે. ત્યાં તમારે જરૂરી દસ્તાવેજો સાથે અરજી ભરવાની રહેશે. હાલમાં, EPSમાં યોગદાન માટે દર મહિને 15,000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
EPFO Higher Pension Scheme: શું તમે પણ ઈપીએફો ખાતા ધારક છો? શું તમે પણ એક કર્મચારી છો અને તમારું પીએફ કપાય છે? તો આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે. સપ્ટેમ્બર, 2014 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે આ યોજનાની છેલ્લી તારીખ અગાઉ 3 માર્ચ, 2023 હતી. શ્રમ મંત્રાલયે કહ્યું, 'હવે કામદારો/નોકરીદાતાઓના યુનિયનની માંગ પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આવા કામદારો પાસેથી અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ લંબાવીને 3 મે, 2023 કરવાનો નિર્ણય લીધો છે.'
સેન્ટ્રલ બોર્ડે શું નિર્ણય લીધો?
જો તમે પણ નોકરી કરતા હોવ અને વધુ પેન્શનનો લાભ લેવા માંગો છો, તો આ સમાચાર તમારા કામના છે. કર્મચારી પેન્શન યોજના, 1995 (EPS-1995) હેઠળ, પાત્ર પેન્શનરો હવે ઉચ્ચ પેન્શનનો લાભ મેળવવા માટે 3 મે સુધી અરજી કરી શકે છે. સપ્ટેમ્બર, 2014 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે, આ યોજનાની છેલ્લી તારીખ અગાઉ 3 માર્ચ, 2023 હતી. શ્રમ મંત્રાલયે કહ્યું, 'હવે કામદારો/નોકરીદાતાઓના યુનિયનની માંગ પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આવા કામદારો પાસેથી અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ લંબાવીને 3 મે, 2023 કરવાનો નિર્ણય લીધો છે.'
કઈ છે અરજીની છેલ્લી તારીખ?
હવે તમે EPFOના યુનિફાઇડ મેમ્બર્સ પોર્ટલ દ્વારા 3 મે સુધી અરજી કરી શકો છો. સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર, 2022ના રોજ જારી કરેલા આદેશમાં કહ્યું હતું કે, EPFO એ તમામ પાત્ર સભ્યોને ઉચ્ચ પેન્શન પસંદ કરવા માટે 4 મહિનાનો સમય આપવો પડશે. આ સમયગાળો 3 માર્ચે પૂરો થઈ રહ્યો હતો. પરંતુ તેમાં વધારો કરવા કર્મચારીઓ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી હતી. હવે તેને 3 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
વધુ પેન્શન માટે કેવી રીતે અરજી કરવી?
યોજનાનો લાભ લેવા માટે કર્મચારીઓએ નજીકની EPFO ઓફિસમાં જવું પડશે. ત્યાં તમારે જરૂરી દસ્તાવેજો સાથે અરજી ભરવાની રહેશે. હાલમાં, EPSમાં યોગદાન માટે દર મહિને 15,000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારો મૂળ પગાર રૂ. 50,000 હોય, તો પણ રૂ. 15,000ના પગારના આધારે EPSમાં તમારું યોગદાન રૂ. 1,250 છે.