નવી દિલ્હી: જો તમે પણ નોકરીયાત હોવ તો તમારી પાસે 7 લાખ રૂપિયાનો બંપર ફાયદો મેળવવાની તક છે. EPFO તરફથી નોકરીયાતો માટે અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. એ જરીતે હવે EPFO પોતાના સભ્યોને 7 લાખ રૂપિયાનો ફાયદો આપી રહ્યું છે. જો તમે EPFO Subscribers હોવ તો તમે સરળતાથી તેનો ફાયદો ઉઠાવી શકો છો. આ માટે તમારે ફક્ત એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમને તેનો ફાયદો મળી શકે છે. જાણો સમગ્ર પ્રક્રિયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેન્શન ઉપરાંત જીવન વીમાનો પણ ફાયદો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સભ્યોને પીએફ અને પેન્શન ઉપરાંત જીવન વીમા  (Life Insurance) નો પણ ફાયદો આપે છે. જે હેઠળ તમને આ 7 લાખ રૂપિયાનો ફાયદો મળે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા ગ્રાહકોને વિના મૂલ્યે મળે છે. આ માટે તેમણે કોઈ યોગદાન આપવું પડતું નથી. 


EPFO એ કરી ટ્વીટ
EPFO એ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. EPFO એ ટ્વીટમાં લખ્યું હતું કે EPFના તમામ સબસ્ક્રાઈબર એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ, 1976 (EDLI) હેઠળ કવર હોય છે. EDLI સ્કીમ હેઠળ દરેક EPF એકાઉન્ટ પર 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી ઈન્શ્યોરન્સ કવર મળે છે. અત્રે જણાવવાનું કે જો કોઈ પણ નોમિનેશન વગર જ સભ્યનું મોત થઈ જાય તો ક્લેમ પ્રોસેસ કરવું મુશ્કેલ હોય છે. આવો જાણીએ કે તમે ઓનલાઈન માધ્યમથી કેવી રીતે નોમિનેશન ડિટેલ્સ ભરી શકો છો. 


CDS જનરલ રાવત વિરુદ્ધ ફેસબુક પોસ્ટ દ્વારા કરી હતી અપમાનજનક ટિપ્પણી, પોલીસે અમરેલીથી દબોચ્યો


EDLI હેઠળ મળે છે ફાયદો
તમને જણાવીએ કે ઈપીએફના તમામ સબસ્ક્રાઈબર્સને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ 1976 (EDLI) હેઠળ તમામ EPF એકાઉન્ટ પર પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો ફ્રી ઈન્શ્યોરન્સ તરીકે અપાય છે. 


આ રીતે કરી શકો છો નોમિનેશન


1. સૌથી પહેલા EPFO ની ઓફિશિયલ વેબસાઈટ https://www.epfindia.gov.in/ પર જવું પડશે. 
2. અહીં તમારે સૌથી પહેલા  ‘Services’  ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 
3. ત્યારબાદ તમારે ત્યાં  ‘For Employees’ પર ક્લિક કરવું.
4. હવે મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ (ઓસીએસ/ઓટીસીપી) પર ક્લિક કરો. 
5. હવે યુએએન અને પાસવર્ડ નાખીને લોગ ઈન કરો. 
6. ત્યારબાદ 'મેનેજ' ટેબમાં 'ઈ-નોમિનેશન' સિલેક્ટ કરો. 
7. ત્યારબાદ સ્ક્રીન પર 'પ્રોવાઈડ ડિટેલ્સ' ટેબ આવશે, 'સેવ' પર ક્લિક કરો. 
8. ફેમિલી ડેકલેરેશન અપડેટ કરવા માટે 'યસ' પર ક્લિક કરો. 
9. હવે 'એડ ફેમિલી ડિટેલ્સ' પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ એડ કરી શકાય છે. 
10. કયા નોમિનીના ભાગમાં કેટલી અમાઉન્ટ આવશે તેની જાહેરાત માટે નોમિનેશન ડિટેલ્સ પર ક્લિક કરો. ડિટેલ્સ નાખ્યા બાદ 'સેવ' કરો.
11. ઈપીએફ 'નોમિનેશન પર ક્લિક કરો. 
12. ઓટીપી જનરેટ કરવા માટે 'ઈ-સાઈન' પર ક્લિક કરો. ઓટીપી આધાર સાથે લિંક મોબાઈલ નંબર આવશે. 
13. ઓટીપીને નિર્ધારિત સ્પેસમાં નાખીને સબમિટ પર ક્લિક કરો. 


જનરલ બિપિન રાવત બાદ કોણ બનશે દેશના આગામી CDS, રેસમાં સૌથી આગળ આ નામ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube