CDS જનરલ રાવત વિરુદ્ધ ફેસબુક પોસ્ટ દ્વારા કરી હતી અપમાનજનક ટિપ્પણી, પોલીસે અમરેલીથી દબોચ્યો

CDS જનરલ બિપિન રાવતના મોત અંગે પોતાના ફેસબુક પેજ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરનારા ગુજરાતના એક 44 વર્ષના વ્યક્તિની અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ધરપકડ કરી લીધી. સાઈબર ક્રાઈમ બ્રાન્ચે આ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે. ગુજરાતના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના વ્યક્તિએ આ વિવાદિત ટિપ્પણી કરી હતી. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં વાંધાજનક લખાણ લખ્યું હતું. 

CDS જનરલ રાવત વિરુદ્ધ ફેસબુક પોસ્ટ દ્વારા કરી હતી અપમાનજનક ટિપ્પણી, પોલીસે અમરેલીથી દબોચ્યો

(ઈનપુટ- ઉદય રંજન), અમદાવાદ: CDS જનરલ બિપિન રાવતના મોત અંગે પોતાના ફેસબુક પેજ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરનારા ગુજરાતના એક 44 વર્ષના વ્યક્તિની અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ધરપકડ કરી લીધી. સાઈબર ક્રાઈમ બ્રાન્ચે આ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે. ગુજરાતના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના વ્યક્તિએ આ વિવાદિત ટિપ્પણી કરી હતી. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં વાંધાજનક લખાણ લખ્યું હતું. 

ગુજરાત પોલીસે કરી ધરપકડ
જો કે પોલીસે એ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યક્તિની ધરપકડ તેની ગત પોસ્ટ માટે કરવામાં આવી છે. તેમા પણ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. પરંતુ આ વાત ત્યારે બહાર આવી જ્યારે નવી ટિપ્પણી સામે આવી. સાઈબર ક્રાઈમ સેલની એક વિજ્ઞપ્તિમાં કહેવાયું છે કે આરોપીની ઓળખ શિવા આહિર તરીકે થઈ છે. જે ભેરાઈ ગામનો રહીશ છે. 

આ કારણસર થઈ ધરપકડ
જો કે વિજ્ઞપ્તિમાં જનરલ રાવત વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી અંગે કઈ કહેવાયું નથી. જનરલ રાવતનું બુધવારે તમિલનાડુમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં 12 અન્ય લોકો સાથે મૃત્યુ થયું હતું. વિજ્ઞપ્તિમાં કહેવાયું છે કે આરોપીને કલમ 153-એ હેઠળ વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મની વધારવા અને આઈપીસીની કલમ 295-એ હેઠળ ધર્મનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે દુર્ભાગ્યપૂર્ણ કૃત્યોમાં લિપ્ત હોવાના આરોપમાં ધરપકડ કરાયો છે. 

પોલીસના રડાર પર હતો વ્યક્તિ
સહાયક પોલીસ આયુક્ત જિતેન્દ્ર યાદવે કહ્યું કે જનરલ બિપિન રાવત પર કેટલીક અપમાનજનક પોસ્ટ શેર કરાયા બાદ આરોપી અમારા રડાર પર હતો. તેની ટાઈમલાઈન સ્કેન કરતા અમને જાણવા મળ્યું કે તેણે પહેલા હિન્દુ દેવી  દેવાઓ અંગે આપત્તિજનક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાના ફેસબુકમાં જૂની પોસ્ટમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. 

ઘરેથી  ઉઠાવી ગઈ પોલીસ
એફઆઈઆર નોંધાયા બાદ સાઈબર ક્રાઈમ સેલના અધિકારી આરોપી યુવકને તેના પૈતૃક સ્થાન અમરેલીથી પકડી લાવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસથી જાણવા મળ્યું છે કે તેની રાજકીય મહત્વકાંક્ષાઓ છે અને તે આપત્તિજનક પોસ્ટ શેર કરીને ચર્ચામાં રેહવા માંગે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news