7 કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર છે. જલદી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના દાવાનો સીધા એટીએમના માધ્યમથી પૈસા કાઢીને નિકાલ થઈ શકશે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરેએ જણાવ્યું કે ઈપીએફઓ પોતાના આઈટી સિસ્ટમને આધુનિક બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી આ પ્રક્રિયાને સરળ અને તેજ બનાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે અમે પીએમ સિસ્ટમની આઈટી સંરચનાને વધુ સારી બનાવી રહ્યા છીએ. અગાઉ અનેક સુધારા થઈ ચૂક્યા છે. દાવાની પતાવટની ઝડપ વધી છે અને ઓટો સેટલમેન્ટના  કારણે બિનજરૂરી પ્રક્રિયાઓને ખતમ કરી દેવાઈ છે. 


જાન્યુઆરી 2025માં આવશે IT 2.1 વર્ઝન
સુમિત્રા ડાવરાના જણાવ્યાં મુજબ ઈપીએફઓની આઈટી સંરચનાને બેંકિંગ સિસ્ટમના સ્તર પર લાવવાનો લક્ષ્યાંક છે. જાન્યુઆરી 2025 સુધી ઈપીએફઓનું નવું વર્ઝન IT 2.1 લોન્ચ કરી દેવાશે. તેમણે કહ્યું કે, આ નવી સિસ્ટમ હેઠળ પીએફ દાવેદાર, લાભાર્થી કે ઈન્શ્યોર્ડ વ્યક્તિ સીધા એટીએમના માધ્યમથી પોતાના પૈસા કાઢી શકશે. આ પ્રક્રિયામાં ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ હશે, જેનાથી સમયનો બચાવ થશે અને પારદર્શકતા વધશે. 



શું છે ખાસમખાસ


ઝડપથી દાવો પતાવવાની સુવિધા
હાલના સમયમાં પીએફના દાવાની પતાવટમાં સમય લાગે છે, પરંતુ આ નવી પ્રણાલી તેને ઓટોમેટેડ અને તેજ બનાવશે. 


બેંકિંગ સિસ્ટમ જેવી સુવિધા
જે પ્રકારે બેંકિંગ સિસ્ટમે લેવડદેવડ સરળ બનાવી છે તે જ રીતે પીએફ ઉપાડ પણ સરળ અને સુલભ થઈ જશે. 


લોકોનો હસ્તક્ષેપ ઘટશે
નવા ફેરફારથી ફ્રોડ અને ગડબડીના મામલાઓમાં કમી આવી શકશે. 


ઈપીએફઓનું વિઝન
સચિવે એમ પણ કહ્યું કે આ ફક્ત શરૂઆત છે. ભવિષ્યમાં ઈપીએફઓની આઈટી સિસ્ટમને વધુ સારી બનાવવામાં આવશે જેથી કરીને પીએફ ખાતાધારકોને દરેક સુવિધા તેમના મોબાઈલ કે નજીકના એટીએમ પર મળી શકે.