વાલીઓ અને વિદ્યાર્થીઓને હાશકારો! ઠંડીના કારણે સવારની શાળાના સમયમાં ફેરફાર, આદેશ જાહેર
રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધતા રાજકોટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ શહેરની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે.
Trending Photos
Rajkot news: સમગ્ર રાજ્યમાં ધીરેધીરે કાતિલ ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને હાશકારો થાય એવા એક સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જી હા.. વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજકોટ શહેરની સરકારી અને ખાનગી સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો છે.
રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધતા રાજકોટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ શહેરની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જિલ્લાની તમામ શાળામાં 30 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઠંડીને લઇને વિદ્યાર્થીઓને રાહત અપાઇ છે. રાજકોટમાં સરકારી અને ખાનગી સ્કૂલમાં સવારનો સમય 7.10 ની જગ્યાએ 7.40 નો કરાયો છે.
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સતત બીજા દિવસે રાજ્યમાં 13 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. આ તરફ હવે આગામી 3 દિવસમાં ઠંડીમાં હજું વધું વધારો થવાની સંભાવના છે. ત્યારે રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે