નવી દિલ્હીઃ મોદી સરકાર આ બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકી રહી છે. જેની અસર બજેટમાં પણ જોવા મળી છે. સરકાર જાણે છે કે બેરોજગાર યુવાન એ મતદાતા છે. જો એ સરકારથી નારાજ થશે તો સરકારના તમામ આયોજનો ફેલ થશે. મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં અસર દેખ્યા બાદ બજેટમાં મોટો ફેરફાર કરી દીધો છે. દેશનું સામાન્ય બજેટ (Union Budget 2024) રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આવા યુવાનો જ્યારે તેમની પ્રથમ નોકરી શરૂ કરશે ત્યારે તેમના EPFO ​​ખાતામાં 15,000 રૂપિયા જમા કરાવશે. આ રકમ ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવો જાણીએ સરકાર દ્વારા આ અંગે કયા નિયમો નક્કી કરવામાં આવ્યા છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભૂલ માટે પૈસા પાછા આપવા પડશે!
સરકારની આ યોજનાનો સમયગાળો 2 વર્ષનો છે અને એવી અપેક્ષા છે કે દર વર્ષે 1 કરોડ યુવાનોને તેનો લાભ મળશે. પ્રથમ હપ્તો જમા થયા પછી રૂ. 5,000 નો બીજો હપ્તો મેળવવા માટે, તેણે પહેલાં ફરજિયાત ઓનલાઈન નાણાકીય સાક્ષરતા કોર્સ પૂર્ણ કરવો પડશે. આપણે નિયમો અને શરતો પર નજર કરીએ તો, જો પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાન કર્મચારી 12 મહિના પહેલા એટલે કે એક વર્ષ પહેલા નોકરી છોડી દે, અથવા જો નોકરી ફક્ત એક વર્ષ માટે હોય તો સબસિડીની રકમ નોકરિયાત યુવાને રિટર્ન કરવી પડશે.


સરકાર કેમ આપી રહી છે 15,000 રૂપિયા?
Nirmala Sitharamanએ બજેટ સ્પીચમાં રોજગારને લઈને સરકારના રોડમેપ વિશે વાત કરી અને આ સાથે તેમણે પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને મોટી ગિફ્ટ આપી છે. નાણામંત્રીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રમાં પ્રથમ વખત નોકરી શરૂ કરનાર યુવાનોને એક મહિનાનો પગાર આપવામાં આવશે, જે મહત્તમ 15,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ગૌતમ અદાણીના આ કામથી વિશ્વમાં વાગશે ગુજરાતનો ડંકો, સાકાર થશે ઉદ્યોગપતિનું સપનું


પ્રથમ વખત નોકરી શોધનારાઓને આ સહાય પૂરી પાડવા પાછળના ઉદ્દેશ્યનો ઉલ્લેખ કરતાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે આવા યુવાનોએ પહેલાં શીખવાની સ્થિતિમાંથી પસાર થવું પડે છે અને આ સબસિડી કર્મચારીઓ અને નોકરીદાતાઓને મદદ કરવા માટે પ્રથમ વખત નોકરીની શોધમાં મદદ કરશે . EPFOમાં નોંધાયેલા યુવા કર્મચારીઓને લાભ મળશે.


ખાતામાં ત્રણ હપ્તામાં પૈસા આવશે
સરકાર દ્વારા યુવા કર્મચારીઓના EPFO ​​ખાતામાં 15,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે, જેમનો પગાર દર મહિને 1 લાખ રૂપિયાથી ઓછો હશે. આ લાભ તમામ ક્ષેત્રોમાં લાગુ થશે. આ નિશ્ચિત રકમ EPFO ​​ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે દરેક હપ્તો 5,000 રૂપિયા હશે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા બહાર પાડવામાં આવશે.