નવી દિલ્હી: પેન્શન લેનારાઓ માટે હયાતીનો દાખલો આપવો પડે છે. તેને જીવન પ્રમાણ પત્ર કહેવામાં આવે છે. EPFO એ દેશભરમાં પેન્શન પ્રાપ્ત કરનારા 65 લાખ લોકોને રાહત આપી છે. હવે પેન્શન પ્રાપ્ત કરનાર પોતાના ઘરની પાસે કોમન સર્વિસ સેન્ટર પરથી જ પોતાનું જીવન પ્રમાણ પત્ર બનાવી શકે છે. દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર છે. EPFOએ તેની સાથે ટાઇઅપ કર્યું છે. કોમન સર્વિસ સેન્ટર પર તેમના દસ્તાવેજ ઇલેટ્રોનિક રીતે લેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે EPFOના રિઝનલ સેન્ટરમાં પણ જઇને પણ જીવનપ્રમાણ પત્ર આપી શકાય છે. દેશભરમાં 125 રીઝનલ સેન્ટર છે, તો બીજી તરફ 117 જીલામાં અહીં જિલ્લા સ્તરે EPFO ઓફિસ છે, ત્યાં પણ કામ થઇ શકે છે. આ ઉપરાંત જે બેંકમાં પેન્શન મળે છે ત્યાં પણ કામ કરી શકાય છે. 


જીવન પ્રમાણપત્ર 1 વર્ષ માટે માન્ય ગણાશે, પેન્શન લેનાર કર્મચારી વર્ષમાં ક્યારેય પણ પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે આ પહેલાં આ નિયમ હતો કે નવેમ્બરમાં તમામને જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે. જોકે જે લોકોને જૂના પ્રમાણપત્ર જમા કરાવવાના હોય છે તેમના માટે અંતિમ તારીખ નવેમ્બર મહિના સુધી રહેશે. EPFO શ્રમ મંત્રાલય હેઠળ આવનાર સંસ્થા કર્મચારીઓની સામાજિક સુરક્ષાનો ખ્યાલ રાખનાર સંસ્થા છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube