`આ` પ્રકારની ચલણી નોટો તમને બનાવી દેશે માલામાલ, વધુ વિગતો માટે કરો ક્લિક
આવી નોટો અને સિક્કાઓની બજારમાં મોટી કિંમત છે. છપાઈના સમયે છૂટી ગયેલા નંબર, સીરિઝ કે પછી કોઈ ચિન્હ જો ન હોય તો આવીનોટો તમને માલામાલ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ એન્ટીક કરન્સી તમારી પાસે હોય તો પણ તમને તેની ઊંચી કિંમત મળશે.
નવી દિલ્હી: 200 અને 2000 રૂપિયાની નોટોને બેંકોએ જમા કરવા અને બદલવાની ના પાડી દીધી છે. આરબીઆઈ પણ આવી નોટોની કોઈ ગેરંટી લેતી નથી. પરંતુ આમ છતાં જો તમારી પાસે આવી નોટો હોય કે જેમાં ખોટા પ્રિન્ટિંગ કે કોઈ કમી રહી ગઈ હોય તો તમને અનેક ગણી કિંમત મળી શકે છે. આવી નોટો અને સિક્કાઓની બજારમાં મોટી કિંમત છે. છપાઈના સમયે છૂટી ગયેલા નંબર, સીરિઝ કે પછી કોઈ ચિન્હ જો ન હોય તો આવીનોટો તમને માલામાલ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ એન્ટીક કરન્સી તમારી પાસે હોય તો પણ તમને તેની ઊંચી કિંમત મળશે.
100ની નોટની કિંમત 10,000 રૂપિયા
ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ નેશનલ ન્યૂમિસ્મૈટિક એક્ઝિબિશનમાં દેશ અને દુનિયાની નવી જૂની મુદ્રાઓનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ એક્ઝિબિશન ઓલ ઈન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી તરફથી આયોજિત કરવામાં આવ્યું છે. તેમાં મિંટ તરફથી થનારી કરન્સી એરર (ખોટું છાપકામ)વાળી નોટ અને સિક્કાની કિંમત ખુબ વધારે છે. 100 રૂપિયાના એક નોટ ઉપર કે જેમાં નંબર નથી તે લગભગ 10000 રૂપિયાની કિંમત ધરાવે છે.આવા જ એક દુર્લભ સિક્કા કે જેમાં બંને બાજુ હેડ છપાયેલ છે તેની કિંમત 3-5 હજાર રૂપિયા સુધી છે. સીરિઝ મુજબ નોટની મૂળ કિંમતથી સો ગણા વધુ મોંઘા છે.
દુર્લભ ભૂલની ઊંચી કિંમત
ન્યૂમિસ્મૈટિક સોસાયટી મુજબ કિંમત નોટ પર નિર્ભર કરે છે. જેટલી નોટ દુર્લભ હશે તેટલી તેની કિંમત વધુ હશે. રેર કરન્સીની જેમ જ એરર કરન્સીનું પણ મોટું બજાર છે. પ્રિન્ટિંગમાં કોઈ પણ પ્રકારની ભૂલ લાખો નોટોમાંથી એકમાં હોય છે. સરકરા તે ભૂલના બદલે બીજી નોટ છાપતી નથી. કેટલીક ભૂલો એવી પણ હોય છે કે જે બીજીવાર થતી નથી. આવામાં જેટલી દુર્લભ ભૂલ હશે તે નોટનો ભાવ તેટલો વધારે હશે.
સિક્કાના મળશે 3થી 5 લાખ
ભારતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટલે કે 1939માં 1 રૂપિયાના સિલ્વર કોઈનની છપાઈ બંધ થઈ ગઈ હતી. તે સમયનો સિક્કો બહુ ઓછા લોકો પાસે હશે. જેની કિંમત 2થી 5 લાખ રૂપિયા છે. જો કે નકલી સિક્કાઓનું બજાર પણ બહુ મોટું છે. આથી જરૂરી નથી કે સિક્કાની કિંમત ફક્ત જોઈને જ લગાવવામાં આવતી હોય. એક્ઝિબિશનમાં લગભગ 100 દેશોની નોટો અને મુદ્રાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં સિક્કા દ્વારા દિલ્હીનો ઈતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે.
12 રાશિઓ પર છપાયા હતાં સિક્કા
ઈકોનોમિક્સ ટાઈમ્સ મુજબ બાદશાહ અકબરે હિંદુ દેવી દેવતાઓ ઉપરાંત 12 રાશિઓ ઉપર પણ અલગ અલગ સિક્કા છપાવ્યાં હતાં. આવા સિક્કા ભાગ્યે જ અત્યારે મળે છે. પરંતુ તેની શોધ ચાલુ છે. જો કોઈની પાસે અકબરના સમયના આવા કોઈ સિક્કા હોય તો આજે બજારમાં તેની કિંમત 15 કરોડ રૂપિયાથી વધુ છે. એક્ઝિબિશનમાં ઈસવીસન પૂર્વેથી લઈને દરેક કાળના અને શાસકોના સમયના સિક્કા જોવા મળશે.