ભારે પવન સાથે કરા પડશે, આ જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ

Gujarat Rain Alert: ગુજરાતમાં શિયાળામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કેટલીક જગ્યાએ છાંટા પણ પડ્યા હતા. હજુ રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ અપડેટમાં તમામ માહિતી આપી છે.
 

માઠવાની આગાહી

1/6
image

રાજ્યમાં ઠંડીની સિઝનમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તેની માહિતી આપી છે. આ સાથે કમોસમી વરસાદ સાથે કરા પણ પડી શકે છે.  

2/6
image

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે કહ્યુ કે આગામી 24 કલાકમાં થંડર સ્ટ્રોમ અને ગાજવીજની સંભાવના છે. પવનની ગતિ આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે.

આ જિલ્લામાં પડી શકે છે કરા

3/6
image

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં કરા પડી શકે છે. આ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી

4/6
image

હવામાન વિભાગે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે પાટણ, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે.  

અંબાલાલ પટેલની આગાહી

5/6
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે.

ગુજરાતમાં હિમાલય જેવી ઠંડી અનુભવાશે

6/6
image

ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.