નવી દિલ્હીઃ કોરોના કાળમાં એવા ઘણા લોકો છે, જેની છટણી થઈ ગઈ છે. આ માહોલને જોતા નરેન્દ્ર મોદી સરકારે હાલમાં એક મોટો નિર્ણય લીધો છે. આ હેઠળ તમે બેરોજગાર થઈ ગયા છે તો 15 દિવસની અંદર સરકાર તમારા ખાતામાં પૈસા જમા કરાવશે. આવો સમજીએ આખરે શું મામલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાને લઈને એક મહત્વનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ બેરોજગારી લાભ માટે દાવો કરનારાની અરજીનો 15 દિવસમાં નિકાલ કરવામાં આવશે. 


સંતોષ ગંગવારે કહ્યુ, 'બેરોજગારી લાભ માટે ઈએસઆઈ યોજના હેઠળ દાવો 15 દિવસમાં ઉકેલી દેવામાં આવશે. આ યોજનાથી ઈએસઆઈ સાથે જોડાયેલા તે લોકોને રાહત મળશે, જેણે કોવિડ-19 મહામારી દરમિયાન પોતાની નોકરી ગુમાવી દીધી છે. આ યોજના હેઠળ 24 માર્ચ 2020થી 31 ડિસેમ્બર 2020ના સમયગાળા દરમિયાન ત્રણ મહિનાના એવરેજ વેતનના પચાસ ટલાની બરાબર લાભ આપવામાં આવશે, જે પહેલા 25 ટકા આપવામાં આવતો હતો.'


કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ


સંતોષ ગંગવારે કહ્યુ, 'હવે નોકરી ગયાના 30 દિવસની બાદ લાભનો દાવો દાખલ કરી શકાય છે. પહેલા તે 90 દિવસ બાદ કરવો સંભવ હતો. હવે કર્મચારી સ્વયં જ દાવો કરી શકે છે, જ્યારે પહેલા તેણે નોકરીદાતાની મદદથી અરજી કરવાની હતી.'


તમને જણાવી દઈએ કે કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાર ઈએસઆઈસી બોર્ડના અધ્યક્ષ પણ છે. તેમણે યોજનાની અંદર આવતા લોકોને તેનો લાભ ઉઠાવવાની અપીલ કરી છે. આ નિર્ણયથી લગભગ 40 લાખ ઔદ્યોગિક શ્રમિકોને લાભ થવાની આશા છે. 


જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા ESICની વેબસાઇટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરવું પડશે. યોજના માટે વિસ્તારથી જાણકારી માટે https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf લિંક પર ક્લિક કરી શકો છો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube