Facebookમાં કામ કરવું છે? ભારતમાં આવી છે જોરદાર જોબ વેકેન્સી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ભારતમાં નોકરીની તકની જાહેરાત કરી છે
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની લોકપ્રિયતા જબરદસ્ત વધારે છે. હાલમાં ફેસબુકે ભારતમાં નોકરીની તક હોવાની જાહેરાત પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયાની આ દિગ્ગજ કંપનીએ ભારતના ટોપ રેન્ક પર જોબની વેકેન્સી કાઢી છે. જો તમે ફેસબુકમાં નોકરી કરવા ઇચ્છતા હો આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. ફેસબુક ઇન્ડિયાએ આ વેકેન્સી માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિન્ક્ડઇન પર પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસે અરજી મંગાવી છે. ફેસબુક ઇન્ડિયાના તમામ પદો માટે જોબ લોકેશન ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ ખાતે છે.
આ પદ માટે નીકળી છે વેકેન્સી
ઇ કોમર્સ માટે ક્રિએટીવ સ્ટ્રેટજીના હેડ
સ્મોલ અને મીડિયમ બિઝનેસ ડિરેક્ટર
વર્ટિકલ હેડ
પ્લેટફોર્મ પાર્ટનરશિપ માટે સ્ટ્રેટેજી પાર્ટનર
સાઉથ એશિયા અને ભારતમાં પબ્લિક પોલિટી મેનેજર
ઇન્ડિયામાં નવી પાર્ટનરશીપ માટે સ્ટ્રેટેજી મેનેજર
ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરનું પદ ખાલી છે
ભારતમાં ફેસબુકના મેનેજિંગ ડિરેક્ટર ઉમંદ બેદીએ ગયા અઠવાડિયે ઓક્ટોબર મહિનામાં રાજીનામું આપ્યું હતું અને પછી આ પદ ખાલી જ છે. કંપની આ પદ માટે યોગ્ય વ્યક્તિની શોધમાં છે. આ પોસ્ટ માટે અરજી કરનાર અરજદાર પાસે કામનો દમદાર પોર્ટફોલિયો પણ હોવો જોઈએ.
નોકરી વિશે પૂરતી જાણકારી માટે આ લિન્ક પર ક્લિક કરો
ફેસબુકના આ પદ પર અરજી કરવા માટે લિન્ક પર ક્લિક કરો
તમે સીધા કંપનીની વેબસાઇટ પર પણ અરજી કરી શકો છો