કેલિફોર્નિયા : કોરોના કાળ (Coronavirus) માં મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટેની સુવિધા પ્રદાન કરી રહી છે. જો કે ફેસબુક (Facebook) વર્ક ફ્રોમ હોમની આ નીતિને ચાલુ રાખવા માંગે છે. જો કે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)નું કહેવું છે કે, આગામી 10 વર્ષમાં કંપનીનાં લગભગ 50 ટકા કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરશે. એટલે કે તેમને કાર્યાલય આવવાની જરૂર નથી. ફેસબુકનો આ નિર્ણય કર્મચારીઓનાં ચહેરા પર સ્માઇલ છોડી શકે છે. જો કે તેમાં એક ગર્ભિત શરત પણ મુકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી દળોની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન આર્થિક પેકેજ દેશનાં નાગરિકો સાથે ક્રૂર મજાક સમાન

જે કર્મચારીઓ Work-From-Home નો વિકલ્પ પસંદ કરશે તેના સેલેરી પેકેજમાં પણ ઘટાડો થશે. ઝુકરબર્ગનું કહેવુ છે કે, અમે પ્રમાણમાં ઘણી સારી સેલેરી આપીશું, પરંતુ તેઓ માર્કેટ રેટ પર આધારિત હશે અને તે લોકેશન અનુસાર અલગ અલગ હોઇ શકે છે. Work-From-Home ના કારણે કંપનીનો ભોજન, વિજળી અને ઓન કેમ્પસ સુવિધાઓમાં થનારા ખર્ચ ઘટશે પરંતુ કર્મચારીઓને જરૂરી ઉપકરણ આપવામાં પણ ખર્ચ વધી જશે. જો કે હજી તે સ્પષ્ટ નથી થયું કે, આ નિર્ણયનો કર્મચારીઓનાં પેકેજ પર કેટલી અસર પડશે. 


બસોની રાજનીતિથી કંટાળેલા સાંસદે પોતે જ બસોને સેનિટાઇઝ કરવાનુ ચાલુ કરી દીધું

માર્ક જુકરબર્ગે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, 60 ટકા કર્મચારીઓને ફ્લેક્સીબલ વર્ક એન્વાયરમેન્ટ પસંદ આવશે અને જો વિકલ્પ આપવામાં આવે તો તેમાંથી 50 ટકા કોઇ બીજા શહેર જવાનું પસંદ કરશે. એવું એટલા માટે પણ સખ્ય છે કે, જો કંપની વર્કફ્રોમ હોમ પોલીસી પર કેન્દ્રીત રહેનારા કર્મચારી કિફાયતી શહેરો તરફ વળશે. ફેસબુક રિમોટ હાયરિંગ પણ ચાલુ કરશે. જેને અત્યાર સુધીનું સૌથી મોટુ રિમોટ હાયરિંગ માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટ્વિટર અને માઇક્રોસોફ્ટે પણ જાહેરાત કરી હતી કે તે કર્મચારીઓને આગામી નોટિસ સુધી ઘરેથી જ કામ કરવા દેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube