ફેસબુક અને Jio વચ્ચે થયો 43,574 કરોડનો કરાર, જાણો શું થશે ફાયદો
કોરોના વાયરસ સંક્રમણ અને વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે બુધવારે એક સારા સમાચાર આવ્યાં છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુક મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં રોકાણ કરવા જઈ રહી છે. દિગ્ગજ અમેરિકન કંપની ફેસબુકે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમૂહની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની 9.99 ટકા ભાગીદારી ખરીદવા માટે કરાર કર્યો છે. કંપનીઓએ બુધવારે આ જાહેરાત કરી.
નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ અને વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે બુધવારે એક સારા સમાચાર આવ્યાં છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુક મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં રોકાણ કરવા જઈ રહી છે. દિગ્ગજ અમેરિકન કંપની ફેસબુકે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમૂહની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની 9.99 ટકા ભાગીદારી ખરીદવા માટે કરાર કર્યો છે. કંપનીઓએ બુધવારે આ જાહેરાત કરી.
નિવેદન મુજબ આ ડીલ 43,574 કરોડ રૂપિયા (5.7 અબજ ડોલર)ની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના દૂરસંચાર નેટવર્ક જિયોની સો ટકા ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ પાસે છે.
નિવેદનમાં કહેવાયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જિયો પ્લેટફોર્મ્સ લિ: જિયો પ્લેટફોર્મ્સ : અને ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક દ્વારા 43574 કરોડ રૂપિયાના રોકાણનો પાક્કો કરાર કર્યો છે. આ કરારમાં જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્ય 4.62 લાખ કરોડ રૂપિયા :65.95 અબજ ડોલર: આંકવામાં આવ્યું છે. આ રીતે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકની ભાગીદારી 9.99 ટકા રહેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube