નવી દિલ્હીઃ Fact Check of 2,000 Currency Note News: સોશિયલ મીડિયા આજના સમયમાં જાણકારીનું માધ્યમ બની ચુક્યું છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા એવા સમાચાર વાયરલ થતાં રહે છે જે ખોટા હોય છે. તેવામાં સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા તેના તથ્યોની તપાસ કરવી જરૂરી બને છે. આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 2023માં 1 હજાર રૂપિયાની નોટ માર્કેટમાં ફરીવાર લાવવાની તૈયારી કરી રહી છે. આ સાથે તે દાવો કરવામાં આવી રહ્યો છે કે જૂની 2000 રૂપિયાની નોટ માર્કેટમાં બંધ કરવામાં આવશે. તો તમે પણ આ વીડિયો જોયો છે તો અમે તમને તેનું સત્ય જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો દાવો
વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ 2023ની શરૂઆત સાથે જ 1000 રૂપિયાની નોટો બજારમાં પાછી આવી જશે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે બેંક 2000 રૂપિયાની નોટો ઉપાડી લેશે. આ સાથે બેંક ગ્રાહકોને માત્ર 50,000 રૂપિયા સુધીની નોટો જમા કરાવવાની છૂટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં 10 દિવસમાં 2000 રૂપિયાની નોટ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં 2000 રૂપિયાની વધુ નોટો તમારી પાસે ન રાખો.


DA પર ચિંતા કરવાની જરૂર નથી, કેન્દ્રીય કર્મચારીઓને મળશે ગૂડ ન્યૂઝ


આ પ્રકારના નકલી મેસેજને ફોરવર્ડ કરો નહીં
તમને જણાવી દઈએ કે પીઆઈબીએ લોકોને સચેત કર્યાં છે કે આ વીડિયો નકલી છે અને આ પ્રકારના વાયરલ દાવાનું સત્ય તપાસ્યા વગર તેને ફોરવર્ડ કરો નહીં. આ સાથે જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તેનું સત્ય તપાસવા માટે ફેક્ટ ચેક કરાવી શકો છો. તમે પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાવી શકો છો. તે માટે તમારે ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/  પર મુલાકાત કરવાની રહેશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે ઈમેલ  pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube