ફેયર એન્ડ લવલી ક્રીમમાં હવે નહીં રહે ફેયર, યુનિલિવર કંપની બદલશે નામ
યુનિલિવર કંપનીએ કહ્યું કે, તે પોતાના બ્રાન્ડની પેકેજિંગથી ફેયર, વ્હાઇટનિંગ અને લાઇટનિંગ જેવા શબ્દોને હટાવી દેશે. આ સિવાય જાહેરાતો અને પ્રસાર સામગ્રીમાં દરેક રંગની મહિલાઓને જગ્યા આપવામાં આવશે.
નવી દિલ્હીઃ રંગ માનસિકતા વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વભરમાં ચાલી રહેલા આંદોલનો વચ્ચે યુનિલિવર કંપની પોતાના સૌંદર્ય ઉત્પાદક ફેયર એન્ડર લવલીનું નામ બદલવા જઈ રહી છે. યુનિલિવર કંપની માત્ર ફેયર એન્ડ લવલી બ્રાન્ડથી ભારતમાં વાર્ષિક 50 કરોડ ડોલરથી વધુનો વેપાર કરે છે. વિશ્વ ભરતમાં અશ્વેતો પ્રત્યે ભેદભાવ રોકવાની મુહિમ વચ્ચે રૂપાળા રંગને પ્રોત્સાહન આપતી ક્રીમને લઈે પણ સવાલ ઉઠી રહ્યાં છે.
યુનિલિવર કંપનીએ કહ્યું કે, તે પોતાના બ્રાન્ડની પેકેજિંગથી ફેયર, વ્હાઇટનિંગ અને લાઇટનિંગ જેવા શબ્દોને હટાવી દેશે. આ સિવાય જાહેરાતો અને પ્રસાર સામગ્રીમાં દરેક રંગની મહિલાઓને જગ્યા આપવામાં આવશે. ભારત સિવાય આ ક્રીમ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, પાકિસ્તાન અને એશિયાના ઘણા દેશોમાં વેચાઇ છે.
અમેરિકામાં એક અશ્વેત જોર્જ ફ્લોયડના મોત બાદ વિશ્વમાં રંગ મનસિકતાને લઈને ચર્ચા ચાલી રહી છે. દરેક જગ્યા પર બ્લેક લાઇવ્સ મેટર જેવી મૂવમેન્ટ ચલાવવામાં આવી રહી છે. આ સપ્તાહે જોનસન એન્ડ જોનસન કંપનીએ કહ્યું હતું કે તે સ્કિન વ્હાઇટનિંગના કારોબારમાંથી હટી રહી છે. તેમાં ભારતમાં ક્લીન એન્ડ ક્લિયર ફેયરનેસ બ્રાન્ડ અને એશિયામાં ન્યૂટ્રોજેના ફાઇન ફેયરનેસ લાઇન જેવા ઉત્પાદકો પણ સામેલ છે.
આ દેશે બનાવી લીધી કોરોનાની વેક્સીન, નામ આપ્યું Ox1Cov-19; પ્રથમ પરીક્ષણ શરૂ
યુનિલિવર બ્યૂટી એન્ડ પર્સનલ કેયર ડિવીઝનના અધ્યક્ષ સની જૈને કહ્યુ, અમે તે વાતને સમજીએ છીએ કે ફેયર, વ્હાઇટ અને લાઇટ જેવા શબ્દો સુંદરતાની એકપક્ષીય વ્યાખ્યાને જાહેર કરે છે જે યોગ્ય નથી. અમે તેને સુધારવા ઈચ્છીએ છીએ.
ભારત સહિત એશિયાના દેશોમાં રૂપાળા રંગને લઈને વધુ ક્રેઝ છે. રૂપાળા રંગને માત્ર સુંદરતા જ નહીં પરંતુ સ્ટેટસ અને પૈસાથી પણ જોડવામાં આવે છે. આ માનસિકતાનો લોરિયલ,પ્રોક્ટર એન્ડ ગૈમ્બલ જેવી બધી કંપનીઓ લાભ ઉઠાવે છે અને રૂપાળા રંગની સ્કિનનું વચન આપીને બધા ઉત્પાદન રજૂ કરે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube