કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે
Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ (PM Cares fund) સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ (PM Cares fund) સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે.
corona virus 5 એપ્રિલના અપડેટ: 122 કેસ સાથે ગુજરાતની હરણફાળ છલાંગ
સંસ્થાએ અપીલ કરી છે કે, દાન કરતા પહેલા IDની સત્યતા બરાબર ચકાસી લો. સરકારે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પીએમ કેર ફંડ બનાવ્યું છે, જેમાં સામાન્ય લોકોથી લઈને મોટા કોર્પોરેટ સુધીના તમામ દાન કરી શકે છે.
પરંતુ સરકારને માહિતી મળી છે કે, કેટલાક લેભાગુઓ સામાન્ય લોકોને ઠગી લેવા માટે PNB, HDFC Bank, SBI, ICICI Bank અને Yes Bank સહિત અનેક ભારતીય બેંકોના UPI હેન્ડલ પર આઈડી બનાવ્યા છે.
તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું
દેખરેખ કરતી સંસ્થાએ જણાવ્યું કે, સીઈઆરટી-ઈનને આ નકલી યુપીઆઈ આઈડી વિશે માહિતી મળી છે. જે ઈમરજન્સી સેવાઓમાં વડાપ્રધાન નાગરિક સહાયતા અને પીએમ રાહત ફંડ (PM Cares fund)ની યુપીઆઈ આઈડી સાથે મળતુ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર