નવી દિલ્હી: સરકારે 10,000 કરોડ રૂપિયાના FAME-2 કાર્યક્રમ હેઠળ પ્રોજેક્ટની દેખરેખ, ફાળવણી તથા અમલ માટે એક અંતર મંત્રાલયી સમિતિની રચના કરી છે. આ યોજનાનો હેતુ સ્વચ્છ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે એક આદેશમાં કહ્યું કે પ્રોજેક્ટ અમલ અને ફાળવણી સમિતિના પ્રમુખ મંત્રાલયના સચિવ હશે. તેના અન્ય સભ્યોમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી, ઉદ્યોગ તથા આંતરિક વેપાર સંવર્ધન વિભાગના સચિવ, આર્થિક બાબતોના વિભાગના સચિવ તથા વિજળી તથા નવી તથા અક્ષય ઉર્જા મંત્રાલયોના સચિવ હશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે સમિતિની રચના હેઠળ ફાળવણી, દેખરેખ અને અમલ કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમિતિ માટે નિયમ અને શરતોમાં યોજનાના વિભિન્ન ઘટકો તથા ઉપ-ઘટકોના કવરેજ માપદંડમાં સંશોધન, મૂલ્ય અને ટેક્નોલોજીના વલણ મુજબ વાર્ષિક આધારે નક્કી અથવા તે પહેલાં માંગ પ્રોત્સાહનોની સમીક્ષા, કોષ ફાળવની સીમામાં ફેરફાર, પ્રતિ વાહન મેક્સિમમ પ્રોત્સાહનની સીમાની સમીક્ષા સામેલ છે. ફેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કા હેઠળ 10,000 કરોડ રૂપિયાના કાર્યક્રમનો અમલ 1 એપ્રિલ 2019થી ત્રણ વર્ષ માટે કરવાનો છે.


દેશમાં વિજળી સંચાલિત વાહનોની તેજીથી સ્વિકાર્યતા અને વિનિર્માણ (ફેમ-દ્વિતિય) હેઠળ કારખાનાના ગેટ પર વધુ મૂલ્યવાળા 10 લાખ રજીસ્ટ્રેડ દ્વિચક્રી વાહન 20,000-20,000 રૂપિયાનું પ્રોત્સાહન પ્રાપ્ત કરવાના પાત્ર હશે. યોજના હેઠળ કારખાનાના ગેટ પર પાંચ લાખ રૂપિયા સુધીના પાંચ લાખ એ-રિક્શાને 50,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે.  


ફેમ-દ્વિતિય હેઠળ 15 લાખ રૂપિયા સુધીના 35,000 વિજળી ચાલિત ફોર વ્હીલર વાહનોને 1.5 લાખ 1.5 લાખ રૂપિયાના પ્રોત્સાહન મળશે. આ પ્રકારે કારખાના ગેટ પર 15 રૂપિયાના ભાવવાળા 22,000 હાઇબ્રિડ ફોર વ્હીલર વાહનોને 13,000-13,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રકારે બે કરોડ રૂપિયા સુધીના મૂલ્યના 7,090 ઇ-બસોમાં 50-50 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના હેઠળ 2019-20માં 1,500 કરોડ રૂપિયા, 2020-21માં 5,000 કરોડ રૂપિયા અને 2021-22માં 3,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.