500 ટીવી ચેનલ જુઓ ફ્રીમાં... BSNLને ગુજરાત સહિત આ રાજ્યમાં શરૂ કરી ખાસ સર્વિસ

BSNL Free Live TV Channels: BSNLએ ઘણા રાજ્યોમાં તેની IFTV સર્વિસ શરૂ કરી દીધી છે, જેના દ્વારા તમે મફતમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકો છો. ચાલો જાણીએ તેના વિશે...

500 ટીવી ચેનલ જુઓ ફ્રીમાં... BSNLને ગુજરાત સહિત આ રાજ્યમાં શરૂ કરી ખાસ સર્વિસ

BSNL IFTV Service: BSNLએ તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઈન્ટરનેટ પ્રોટોકોલ-આધારિત IFTV સર્વિસ શરૂ કરી છે, જેના દ્વારા યુઝર્સ મફતમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે. આ માટે તમારે કોઈ સેટ-ટોપ બોક્સની જરૂર નથી. સરકારી ટેલિકોમ કંપનીનું કહેવું છે કે, સબ્સક્રાઈબર બ્રોડબેન્ડ કનેક્શન દ્વારા HD ક્વોલિટીમાં લાઈવ ટીવી ચેનલોનો આનંદ માણી શકો છે. ખાસ વાત એ છે કે તમે આ IFTV સર્વિસનો ઉપયોગ તમારા જૂના ટીવી પર પણ કરી શકો છો પરંતુ આ માટે તમારે ફાયર સ્ટિકની જરૂર પડશે. કંપનીએ હવે આ ખાસ સર્વિસ કેટલાક રાજ્યોમાં પણ શરૂ કરી છે. ચાલો તેના વિશે જાણીએ…

આ રાજ્યોમાં પણ શરૂ થઈ ખાસ સર્વિસ
કંપનીએ આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં આ સેવા શરૂ કરી છે. કંપનીએ તેના X હેન્ડલ પર આ માહિતી આપી છે. એટલું જ નહીં, આ સર્વિસનો આનંદ તમે મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને પંજાબમાં પણ માણી શકો છો. પંજાબ સર્કલમાં BSNLએ આ પહેલ માટે SkyPro સાથે ભાગીદારી કરી છે. કંપનીએ ગયા વર્ષે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) દરમિયાન સૌથી પહેલા આ સર્વિસ જાહેરાત કરી હતી. સરકારી ટેલિકોમ કંપનીએ થોડા સમય પહેલા પુડુચેરીમાં તેમની ડાયરેક્ટ-ટુ-મોબાઈલ (D2M) સર્વિસ પણ શરૂ કરી છે, જેને BiTVના નામે રજૂ કરવામાં આવી છે, જેની મદદથી તમે મોબાઈલ પર 300થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકો છો.

— BSNL India (@BSNLCorporate) January 7, 2025

નહીં આપવા પડે એક્સ્ટ્રા રૂપિયા
BSNLની વધુ એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર IFTV સર્વિસ સારી કનેક્ટિવિટી અને ડિજિટલ મનોરંજનનું વચન આપે છે. તે ભારતની પ્રથમ ફાઈબર-આધારિત ઈન્ટરનેટ ટીવી સર્વિસ છે, જે યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વાલિટીમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે-ટીવી કન્ટેન્ટનો આનંદ માણવાની સુવિધા આપે છે. ખાસ વાત એ છે કે BSNL ભારત ફાઈબર યુઝર્સ કોઈપણ વધારાના ખર્ચ વિના IFTV સર્વિસનો આનંદ માણી શકશે.

4G અને 5G પણ આવવા માટે તૈયાર
એટલું જ નહીં, BSNL આ વર્ષના અંત સુધીમાં દેશમાં તેની 4G અને 5G સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહ્યુ છે. આ માટે કંપની દેશભરમાં 100,000થી વધુ નવા મોબાઇલ ટાવર સ્થાપિત કરી રહી છે, જેમાંથી 60 હજારથી વધુ ટાવર પહેલેથી જ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત BSNL 15 જાન્યુઆરીથી પટનામાં તેની 3G સેવા બંધ કરવા જઈ રહી છે, જેનો અર્થ છે કે આ તારીખ પછી યુઝર્સ પાસે 3G નેટવર્ક નહીં હોય, કારણ કે કંપની અહીં 4G પર અપગ્રેડ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news