Potato Cultivation: ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં હવે બટાટાંની ખેતી હવામાં કરવામાં આવશે. આ કોઈ મજાક નથી. કારણ કે ફરુખાબાદથી બટાકાનો પાક ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. બટાટાના ખેડૂતોને એવા બિયારણ મળશે જેનાથી પાકમાં રોગ નહીં આવે. શૃંગીરામપુરની ટીશ્યુ કલ્ચર લેબોરેટરીમાં એરોપોનિક પદ્ધતિથી (માટી વગર હવામાં પાણી દ્વારા) બટાટાંના બિયારણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એરોપોનિક પદ્ધતિથી બટાટાંના બીજની તૈયારી એ નવીનતમ તકનીક છે. આ બિયારણથી પાકમાં રોગની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. ઉપજની સાથે સાથે બટાટાંની ગુણવત્તા પણ વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૃંગીરામપુરની લેબોરેટરીના કૃષિ વૈજ્ઞાનિક ડો.રાહુલ પાલ માટી વગર એરોપોનિક પદ્ધતિથી બટાટાંના બીયારણ તૈયાર કરી રહ્યા છે. આફ્રિકાથી નોકરી છોડીને અહીં કામ કરી રહેલા ડૉ.રાહુલની આ પહેલ પ્રગતિશીલ ખેડૂતોની આવક વધારવા માટે વધુ સારો વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે પરંપરાગત ટેકનિકથી ખેતી કરતા ખેડૂતો ઘણીવાર બટાકામાં રોગોને કારણે પરેશાન થાય છે. બટાટાં એ કંદમૂળ પાક હોવાને પગલે રોગનો ખતરો વધારે રહે છે. રોગના કારણે ઉપજમાં ઘટાડો થવાથી બટાકાના ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. જો કે, બટાકામાં રોગો થવાનું મુખ્ય કારણ પ્રદૂષણ છે.

આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


ડો.રાહુલે જણાવ્યું હતું કે એરોપોનિક ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા છોડ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) અને શિમલામાં સેન્ટ્રલ પોટેટો ઇન્સ્ટિટ્યૂટ (CPRI)માં ઉપલબ્ધ છે. તે શિમલાથી બટાટાંના છોડ લાવ્યા છે. આ પછી, આ છોડ સ્થાનિક પ્રયોગશાળાના ગ્રીનહાઉસના કોકોપીટમાં વાવવામાં આવે છે. એક મહિના પછી તે લગભગ ચાર ઇંચનો છોડ બની જાય છે. આ પછી, એરોપોનિક પદ્ધતિથી બીજ તૈયાર કરવા માટે છોડને ગ્રોથ ચેમ્બર (બોક્સ) માં વાવણી કરવામાં આવે છે.


ડો. રાહુલ પાલના સહયોગી નીરજ શર્માએ જણાવ્યું હતું કે ગ્રોથ ચેમ્બરમાં બોક્સની અંદર ત્રણ ફૂટ સુધી મૂળ વધે છે. પાંદડા ઉપર ખુલ્લી હવામાં રહે છે. એક છોડના મૂળમાં 50 થી 60 બટાકાના બીજ તૈયાર કરવામાં આવે છે. માટીની ગેરહાજરીને કારણે તેમાં ફૂગ અને બેક્ટેરિયા વધતા નથી. આ રીતે રોગમુક્ત બીજ તૈયાર થાય છે. છોડને પોષક તત્વો બોક્સના તળિયે પાઇપલાઇન સાથે જોડાયેલા ઓટોમેટિક સ્પ્રિંકલર દ્વારા પૂરા પાડવામાં આવે છે. પ્રોટીન, વિટામિન્સ, હોર્મોન્સ, સૂક્ષ્મ પોષકતત્ત્વો વગેરેનું દ્રાવણ દર પાંચ મિનિટ પછી 30 સેકન્ડ માટે ફુવારાઓમાંથી બહાર આવે છે. ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લામાં લગભગ 50 હજાર હેક્ટર વિસ્તારમાં બટાટાંનું વાવેતર થાય છે.

આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી

ફારૂખાબાદ સિવાય કરનાલના શામગઢમાં પણ આ પદ્ધતિથી બટાટાંના બિયારણને તૈયાર કરવામાં આવે છે.  બટાટાં ટેક્નોલોજી કેન્દ્રના અધિકારી ડો. સતેન્દ્ર યાદવે જણાવ્યું કે આ સેન્ટરનું ઈન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાથે એક એમઓયુ થયું છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા એરોપોનિક ટેક્નોલોજીના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. બટાટાં  બીજનું ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે આપણે ગ્રીન હાઉસ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હતાં, જેમાં ઉત્પાદન ઓછું થતું હતું. એક છોડથી 5 નાના બટાટાં  મળતા હતાં, જે ખેડૂત ખેતરોમાં વાવતો હતો. 


12 ગણું સુધી વધશે ઉત્પાદન
માટી વગર કોકોપિટમાં બટાટાં ના બીજનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. જેમાં ઉત્પાદન લગભગ બમણું થયું. પરંતુ હવે એક ડગલું આગળ વધતા એરોપોનિક ટેક્નોલોજીથી બટાટાંનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં માટી વગર, જમીન વગર બટાટાંનું ઉત્પાદન કરાશે. જેમાં એક છોડ 40થી 60 નાના બટાટાં  આપશે. જેમને ખેતરમાં બીજ તરીકે વાવેતર કરી શકાશે. આ ટેક્નોલોજીથી લગભગ 10થી 12 ગણું ઉત્પાદન વધશે. 


આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube