નવી દિલ્હીઃ આજકાલ રક્ષાબંધન, દિવાળી, જન્મદિવસ કે એનિવર્સરી જેવો કોઈ ખાસ દિવસ હોય તો એક દિવસની અંદર ગિફ્ટ આઈટમની ઓનલાઈન ડિલીવરી (Online Flower Website)કરી શકાય છે. ઘણા નાના-મોટા શહેરોમાં અનેક કંપનીઓ વનડે ડિલીવરીના કોન્સેપ્ટ પર કામ કરી રહી છે. તેમાંથી એક કંપની એફએનપી એટલે કે Ferns N Petals છે. જેનું નામ તમે સાંભળ્યું હશે. તે ઓનલાઈન ફૂલો અને ગિફ્ટ આઈટમની ડિલીવરી કરે છે. કઈ રીતે શરૂ થયો આ બિઝનેસ, જાણો તેની કહાની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફએનપી (Ferns N Petals success story)ની શરૂઆત વિકાસ ગુટગુટિયા (Vikaas Gutgutia ) નામના એક વ્યક્તિએ કરી હતી. વર્ષ 1994 પહેલા તે પોતાની ગર્લફ્રેન્ડ માટે ફૂલ લેવા માર્કેટ ગયા હતા. પરંતુ તેમને પોતાની પસંદનું ફૂલ મળ્યું નહીં. તેમણે જોયું કે ફૂટપાથ પરના ફૂલો એકદમ સુકાઈ ગયા હતા. જે બાદ તેને ફૂલનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો.


પાંચ હજાર રૂપિયાથી કરી સફરની શરૂઆત
વર્ષ 1994માં વિકાસ ગુટગુટિયાએ માત્ર પાંચ હજાર રૂપિ્યાની મૂડી સાથે પોતાના કામ (Ferns N Petals)ની શરૂઆત કરી હતી. જ્યારે તેમણે આ કામની શરૂઆત કરી પછી તેમને એક ભાગીદાર મળ્યો જેણે આ બિઝનેસમાં 2.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ઈન્વેસ્ટમેન્ટ બાદ તેમનો ફૂલોનો બિઝનેસ ખુબ ઝડપથી આગળ વધવા લાગ્યો. ત્યારબાદ તેમણે દિલ્હીમાં સાઉથ એક્સટેન્શનમાં ચાર લોકોની ભાગીદારીમાં પ્રથમ ફર્ન્સ એન પેટલ્સ સ્ટોર ખોલ્યો હતો. 


આ પણ વાંચોઃ Post Office ની આ સ્કીમમાં પૈસા થાય છે ડબલ, 1 લાખના મળશે બે લાખ, સમજો કેલકુલેશન


મુશ્કેલ હતો સફળતાનો માર્ગ
વિકાસનું કહેવું છે કે સસ્તા ભાવમાં ફુટપાથ પર મળતા ફૂલને કારણે તેમનો વેપાર સેટ કરવો મુશ્કેલ હતો. પરંતુ તેમણે મહેનત કરી અને ગ્રાહકો બનાવ્યા. ફૂલોને ફ્રેશ રાખવા માટે દુકાનમાં એવી પણ લગાવ્યા હતા. સામાન્ય ફૂલોની સાથે નવી-નવી ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમને કોર્પોરેટ સેક્ટરમાંથી પણ સારી ઓફર મળવા લાગી હતી. 


વિદેશોમાં ભારે માંગ
પહેલા ફૂલને વેચવા માટે માત્ર દુકાન દ્વારા વિકાસે પોતાનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ વેબસાઇટના માધ્યમથી પોતાનો ધંધો આગળ વધાર્યો હતો. તે પોતાની વેબસાઇટ પર માત્ર ફૂલ કે બુકે નહીં પરંતુ અન્ય ગિફ્ટ આઈટમ વેચવાનું શરૂ કર્યું હતું. આજે લોકોની જરૂરીયાત અને બર્થ ડે, એનિવર્સરી કે અન્ય કોઈ ખાસ દિવસ પ્રમાણે ખાસ ગિફ્ટ પેક તૈયાર હોય છે. 5 હજારથી શરૂ કરેલો આ કારોબાર આજે 200 કરોડને પાર પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ Multibagger Stock : એક વર્ષમાં 300% નું બમ્પર રિટર્ન, હવે કંપની આપશે બોનસ શેર


દેશ વિદેશમાં એફએનપીની ઘણી બ્રાન્ચો છે. વર્ષ 2009માં કંપનીને 25 કરોડનું નુકસાન થયું હતું. પરંતુ આ નુકસાન બાદ કંપનીએ ખુબ પ્રગતિ કરી છે અને આજે દેશમાં તેના ઘણા સ્ટોર ચાલી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube