Post Office ની આ સ્કીમમાં પૈસા થાય છે ડબલ, 1 લાખના મળશે બે લાખ, સમજો કેલકુલેશન

Kisan Vikas Patra પોસ્ટ ઓફિસની એક એવી યોજના છે, જેમાં પૈસા જમા કરી ડબલ કરી શકાય છે. સરકારી યોજના હોવાને કારણે તેમાં નાણા ડૂબવાનો પણ કોઈ ખતરો નથી. 
 

Post Office ની આ સ્કીમમાં પૈસા થાય છે ડબલ, 1 લાખના મળશે બે લાખ, સમજો કેલકુલેશન

Post Office: પોસ્ટ ઓફિસ તરફથી નાની બચત યોજના હેઠળ કિસાન વિકાસ પત્ર કે કેવીપીને ચલાવવામાં આવે છે. આ યોજનાનો ફાયદો તે છે કે તેમાં જમા કરનાર વ્યક્તિને પૈસા ડબલ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. 

કેટલા સમયમાં પૈસા થશે ડબલ?
સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજની જાહેરાત કરી છે. આ મુજબ, જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો, તો તમારા પૈસા બમણા થઈ જશે. ઉદાહરણ તરીકે, જો આજે કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે એક લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને બે લાખ રૂપિયા મળશે.

આપને જણાવી દઈએ કે, વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 123 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે. 

1 હજાર રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
કિસાન વિકાસ પત્રમાં તમે 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકો છો. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે તમારી ઈચ્છઆ પ્રમાણે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો પણ ફાયદો મળે છે. આવકવેરાની કલમ  80C હેઠળ એક નાણાકીય વર્ષમાં કિસાન વિકાસ પત્રમાં કરવામાં આવેલા રોકાણ પર 1.5 લાખ રૂપિયાની ટેક્સની છૂટ લઈ શકો છો. કેવીપીમાં 10 વર્ષથી ઉપરના બાળકનું ખાતુ ખોલાવી શકાય છે.

કિસાન વિકાસ પત્રમાં કઈ રીતે ખોલાવશો ખાતું?
કિસાન વિકાસ પત્ર યોજનામાં ખોતુ ખોલાવવા માટે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ, જેના દ્વારા તમે સરળતાથી કિસાન વિકાસ પત્રમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news