RBI extends IMPS limit: દેશમાં ડિજિટલ બેંકિંગને પ્રમોટ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તત્કાળ પેમેન્ટ સર્વિસ (IMPS) દ્વારા ટ્રાન્ઝેક્શનની લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનિટરી પોલિસીની જાહેરાત દરમિયાન આ વાત કરી. IMPS દ્વારા એકાઉન્ટ  હોલ્ડર 24x7 ઈન્ટરનેટ બેકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્સ, બેંક શાખાઓ, ATMs, SMS અને IVRS જેવી ચેનલ્સ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આ સર્વિસને મેનેજ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMPS: જલદી દિશાનિર્દેશ બહાર પડશે
IMPS ની લિમિટ વધારવાથી ડિજિટલ પેમેન્ટમાં ઝડપ આવશે અને ગ્રાહકોને 2 લાખ રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે વધારાની સુવિધા મળશે. રિઝર્વ બેંક આ માટે જેમ બને તેમ જલદી અલગથી જરૂરી દિશા નિર્દેશ બહાર પાડશે. IMPS દ્વારા બેંક ગ્રાહકો પોતાના એકાઉન્ટથી બીજા વ્યક્તિના  બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સેવાનો ઉપયોગ ઘરેલુ ફંડ ટ્રાન્સફર કરવા માટે જ થઈ શકે છે. આરબીઆઈ ગવર્નર દાસે કહ્યું કે IMPS સિસ્ટમનું મહત્વ જોતા તેની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખથી વધારીને 5 લાખ કરવાની પ્રપોઝલ છે. 


IMPS શું છે?
ઓનલાઈન બેંકિંગથી ફંડ ટ્રાન્સફર કરવાની ત્રણ રીત છે. જેમાં આઈએમપીએસ (IMPS), એનઈએફટી NEFT) અને આરટીજીએસ (RTGS) સામેલ છે. IMPS રિયલ ટાઈમ પેમેન્ટ સર્વિસ છે. તેના દ્વારા કોઈ પણ એકાઉન્ટ હોલ્ડર દેશમાં ગમે ત્યાં ગમે ત્યારે ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ સર્વિસ 24 કલાક ઉપલબ્ધ છે. જેમાં ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્સ, બેંક બ્રાન્ચીઝ,  ATMs, SMS અને IVRS જેવી ચેનલ્સ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube