Bank Merger: સરકારી બેંકોના મર્જર પર સરકારે સંસદમાં કરી મોટી વાત, જાણો શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ બજેટ રજુ કરતા બે બેંકો અને એક સરકારી વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હાલ સરકારી બેંકોના મર્જરની સરકારની કોઈ યોજના નથી કે તેના વિશે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવ્યો નથી. અગાઉ બજેટ 2021માં બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે તે જાહેરાત થઈ ચૂકી છે.
અગાઉ બજેટમાં થઈ હતી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ બજેટ રજુ કરતા બે બેંકો અને એક સરકારી વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2-21-22 માટે વિનિવેશ અને ખાનગીકરણનો લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રૂપિયા પણ રાખેલો છે. અત્રે જણાવવાનું કે ખાનગીકરણ માટે સિલેક્શનનું કામ નીતિ આયોગને સોંપવામાં આવ્યું છે. વર્તમાન જાણકારી મુજબ ઈન્ડિયન ઓવરસીઝ બેંક, અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ખાનગીકરણ માટે પસંદગી કરાઈ છે. પરંતુ હજુ સુધી તેની અધિકૃત જાહેરાત થઈ નથી.
Jio ના ખુબ જ સસ્તા પ્લાન, Netflix સહિત ઘણી બધી સુવિધાઓ મેળવો મફતમાં
ક્યારે કયારે થયું બેંકોનું મર્જર
સરકારી બેંકોની હાલાતમાં સુધાર માટે મોદી સરકારે બે અલગ અલગ તબક્કામાં મર્જરની પ્રક્રિયા અપનાવી. 2019માં 10 સરકારી બેંકોનું મર્જર કરાયું હતું. હાલ છ નબળી બેંકોનું ચાર મોટી બેંકોમાં વિલય કરાયું હતું. જ્યારે પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનો વિલય કરાયો. ત્યારબાદ અલાહાબાદ બેંકનું મર્જર ઈન્ડિયન બેંકમાં કરાયું. સિન્ડીકેટ બેંકનું મર્જર કેનરા બેંકમાં કરાયું, યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર કરાયું.
SBI માં પહેલા તબક્કામાં મર્જર
પહેલા તબક્કામાં દેશના સૌથી મોટા જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પાંચ એસોસિએટ બેંકનું મર્જર કરાયું. આ ઉપરાંત વિજયા બેંક અને દેના બેંકનું મર્જર બેંક ઓફ બરોડામાં કરાયું હતું. હાલ દેશમાં જાહેર ક્ષેત્રની કુલ 12 બેંક છે.
7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે
5 વર્ષમાં બેંકોને થઈ કમાણી
મર્જરની અસર પણ જોવા મળી રહી છે. તેનાથી બેંકોની કમાણી વધી છે. કોરોના મહામારી છતાં નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેંકોએ પાંચ વર્ષમાં પહેલીવાર કમાણી કરી નાખી. 12 બેંકોની કુલ કમાણી ગત નાણાકીય વર્ષમાં 31817 કરોડ રૂપિયા રહી. બેડ લોનની સમસ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. જેના કારણે બેંકોની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 માં સરકારી બેંકોનું કુલ નુકસાન 26,015 કરોડ રૂપિયા રહ્યું. માત્ર પંજાબ એન્ડ સિંધ બેંક અને સેન્ટ્રલ બેંકે જ નુકસાન સહન કરવું પડ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube