7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે  

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં 28 ટકા મોંઘવારી ભથ્થું આવવાનું છે. પરંતુ હવે કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર આવી રહ્યા છે.

7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે  

નવી દિલ્હી: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં 28 ટકા મોંઘવારી ભથ્થું આવવાનું છે. પરંતુ હવે કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર આવી રહ્યા છે. સરકાર જલદી જૂનનું મોંઘવારી ભથ્થું  પણ તેમા જોડીને આપી શકે છે. જો આમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં 28 ટકાની જગ્યાએ 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

અત્રે જણાવવાનું કે જૂન 2021નું મોંઘવારી ભથ્થું હજુ નક્કી કરાયું નથી પરંતુ AICPI ના આંકડા મુજબ સ્પષ્ટ છે કે તે 3 ટકા વધશે. તેની ચૂકવણી ક્યારે થવાની છે તે અંગે કોઈ જાણકારી નથી. JCM સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ જલદી આ અંગે જાહેરાત થવાની છે. જો 3 ટકા મોંઘવારી ભથ્થું વધશે તો તે 31 ટકા થઈ જશે અને આમ થયું તો કેન્દ્રીય કર્મચારીઓની સેલરી એકવાર ફરીથી વધશે. અમે તમને જણાવીએ કે પે અને ગ્રેડ પ્રમાણે કેટલી સેલરી વધશે. 

7th Pay Commisson મેટ્રિક્સ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના લેવલ-1ની સેલરી રેન્જ 18,000 રૂપિયાથી લઈને 56,900 રૂપિયા છે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓની મિનિમમ સેલરી 18,000 રૂપિયા છે. આ આધાર પર કેલ્ક્યુલેશન કરીએ છીએ કે કોઈ કર્મચારીને સપ્ટેમ્બર મહિનામાં કેટલી સેલરી મળશે. 

28 ટકા મોંઘવારી ભથ્થા પર ગણતરી

કર્મચારીની  બેઝિક સેલરી- 18,000 રૂપિયા
નવું મોંઘવારી ભથ્થું (28 ટકા)- 5,040 રૂપિયા પ્રતિ માસ
હાલનું મોંઘવારી ભથ્થું (17 ટકા)- 3,060 રૂપિયા પ્રતિ માસ
કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું- 1,880 રૂપિયા પ્રતિ માસ
વાર્ષિક પગારમાં વધારો- 1,980 x 12 = 23,760 રૂપિયા

31 ટકા મોંઘવારી ભથ્થા પર ગણતરી

કર્મચારીની બેઝિક સેલરી- 18,000 રૂપિયા 
નવું મોંઘવારી ભથ્થું (31 ટકા)- 5,580 રૂપિયા પ્રતિમાસ
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17 ટકા)- 3,060 રૂપિયા પ્રતિ માસ
કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું- 2,520 રૂપિયા પ્રતિ માસ
વાર્ષિક પગારમાં વધારો- 2,520 x 12 = 30,240 રૂપિયા

મહત્તમ બેઝિક સેલરી પર ગણતરી
હવે આ ગણતરી લેવલ-1 હેઠળ અપાતી મહત્તમ સેલરી પર કરીએ. લેવલ-1 પર મહત્તમ સેલરી 56,900 રૂપિયા છે. અને 28 ટકા ભથ્થા મુજબ આ બેઝિક સેલરી પર વાર્ષિક મોંઘવારી ભથ્થું 1,71,184 રૂપિયા થશે. જો કે અંતરની વાત કરીએ તો સેલરીમાં વાર્ષિક વધારો 75,108 રૂપિયા થશે. 

28 ટકા મોંઘવારી ભથ્થા પર ગણતરી

કર્મચારીની  બેઝિક સેલરી- 56,900 રૂપિયા
નવું મોંઘવારી ભથ્થું (28 ટકા)- 15,932 રૂપિયા પ્રતિ માસ
હાલનું મોંઘવારી ભથ્થું (17 ટકા)- 9,673 રૂપિયા પ્રતિ માસ
કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું- 6259 રૂપિયા પ્રતિ માસ
વાર્ષિક પગારમાં વધારો- 6259 x 12 = 75,108 રૂપિયા

31 ટકા મોંઘવારી ભથ્થા પર ગણતરી
કર્મચારીની બેઝિક સેલરી- 56,900 રૂપિયા 
નવું મોંઘવારી ભથ્થું (31 ટકા)- 17,639 રૂપિયા પ્રતિમાસ
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17 ટકા)- 9,673 રૂપિયા પ્રતિ માસ
કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું- 7,966 રૂપિયા પ્રતિ માસ
વાર્ષિક પગારમાં વધારો- 7,966 x 12 =98,592 રૂપિયા

31 ટકા મોંઘવારી ભથ્થા પ્રમાણે 56,900 રૂપિયાની બેઝિક સેલરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 2,11,668 રૂપિયા થશે. જો કે અંતરની વાત કરીએ તો પગારમાં વાર્ષિક વધારો 95,592 રૂપિયા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news