નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કો તરફથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિની હરાજી માટે એક નવું પ્લેટફોર્મ eBક્રય (E-auction) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર બેન્કો દ્વારા અટેચ પ્રોપર્ટી વેંચવાની વ્યવસ્થા હશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે આ ઈ-ઓક્શન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલય તરફથી જારી નિવેદન અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં બેન્કે 2.3 લાખ કરોડની પ્રોપર્ટી અટેચ કરી છે. eBક્રય પર આ સંપત્તિના ફોટો વીડિઓ ઉપલબ્ધ હશે, જેને નેવિગેટ કરી શકાશે. અત્યાર સુધી 35000 પ્રોપર્ટીની ડિટેલ્સ આ પ્લેટફોર્મ પર હાજર છે. તેની હરાજી થશે. 


આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો


નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોના મેનેજિંગ ડિરેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમાં નક્કી થયું કે, કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) તરફથી મોકલવામાં આવતી દરેક નોટિસમાં એક યૂનિક રજીસ્ટ્રેશન નંબર હશે, જેમાં તે ખ્યાલ આવશે કે નોટિસ પ્રામાણિક છે. કોઈ ગાહ્ય કોમર્શિયલ કારણથી ફેલ થનારા બિઝનેસ માટે કરવામાં આવતી સીબીઆઈ કાર્યવાહી વધુ સંવેદનશીલ હશે અને તેને અલગથી સુવિધા મળશે. એટલે કે કેટલિક છુટછાટ મળશે. બેન્ક ફ્રોડની સ્થિતિમાં ઈ-ફાઇલિંગના માધ્યમથી સીબીઆઈમાં એફઆઈઆર લખાશે. એક નક્કી કરેલા ઈ-મેલના માધ્યમથી સીબીઆઈને મોકલવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....