આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે (p chidambaram) દેશના આર્મી ચીફ બિપિન રાવતને (bipin rawats) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઈએ, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવુ જોઈએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસે પી ચિદમ્બરમે સરકાર પર પણ પ્રહારો કર્યાં છે.
 

આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે (p chidambaram) દેશના આર્મી ચીફ બિપિન રાવતને (bipin rawats) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઈએ, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવુ જોઈએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસે પી ચિદમ્બરમે સરકાર પર પણ પ્રહારો કર્યાં છે.
તેમણે કહ્યું કે, ડીજીપી અને આર્મીના જનરલોને સરકારનું સમર્થન કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શરમની વાત છે. 

કામથી કામ રાખે આર્મી ચીફ
કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસ પર તિરુવનંતપુરમમાં એક રેલીમાં પી ચિદમ્બરમે કહ્યું, 'ડીજીપી, આર્મી જનરલને સરકારને સમર્થન કરવાનું કહેવામાં આવી રહ્યું છે... આ શરમજનક છે.. મારે જનરલ રાવતને અપીલ કરવી છે કે તમે આર્મીના ચીફ છો અને પોતાના કામથી કામ રાખો... જે નેતાઓએ કરવાનું છે તે નેતાઓ કરશે. આ આર્મીનું કામ નથી કે તે નેતાઓને કહે કે અમારે શું કરવું જોઈએ. જેમ કે તે અમારૂ કામ નથી કે અમે તમને જણાવીએ કે યુદ્ધ કેમ લડવુ જોઈએ?' જો તમે એક જંગ લડી રહ્યાં હોવ તો અમે તમને કહેતા નથી કે યુદ્ધ આ રીતે લડો. તમે યુદ્ધ તમારા મજગથી લડો છો. આ દેશમાં રાજનીતિ અમે કરીશું.

— ANI (@ANI) December 28, 2019

ચિદમ્બરમની નારાજગી કેમ?
હકીકતમાં પી ચિદમ્બરમે બિપિન રાવતના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, નેતા નેતૃત્વ આપનાર હોય છે, લોકોને ખોટી દિશામાં લઈ જનારા નહીં. મહત્વનું છે કે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને થઈ રહેલા પ્રદર્શન પર આર્મી ચીફ બિપિન રાવતે એક નિવેદન આપ્યું હતું. રાવતે કહ્યું હતું કે, નેતા તે નથી જે લોકોને ખોટી દિશામાં લઈ જાય. રાવતે ત્યારે કહ્યું હતું કે, 'નેતા તે નથી જે લોકોને ખોટી દિશામાં દોરે, જેમ આપણે જોઈ રહ્યાં છીએ કે મોટી સંખ્યામાં વિશ્વવિદ્યાલય અને કોલેજના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યાં બાદમાં આગચાંપી થઈ, હિંસા થઈ, આ નેતૃત્વ નથી.'

— ANI (@ANI) December 26, 2019

આર્મી ચીફ બિપિન રાવતનું આ નિવેદન દેશભરમાં નાગરિકતા કાયદા અને નેશનલ સિટિઝન રજીસ્ટર વિરુદ્ધ થઈ રહેલા હિંસક પ્રદર્શન બાદ આવ્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news