નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ((Nirmala Sitharaman) આજે રાજ્યસભામાં કહ્યું કે દેશમાં આર્થિક મંદી(Economic Slowdown) નથી. વિપક્ષના સવાલોના જવાબ આપતા સીતારમણે કહ્યું કે આર્થિક વેગ ઓછો થયો છે પરંતુ મંદી જેવી કોઈ વાત નથી. તેમણે કહ્યું કે 2009-2014ના અંતમાં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 6.4% પર હતો, જ્યારે 2014-2019 દરમિયાન તે 7.5% પર રહ્યો. દેશની આર્થિક સ્થિતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણના જવાબ દરમિયાન વિપક્ષના સાંસદો રાજ્યસભામાંથી બહાર જતા રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે 2014થી વિપક્ષને આ આદત છે કે તેઓ કોઈ મુદ્દે ચર્ચાની માગણી કરે છે પરંતુ જ્યારે જવાબ આપવા માટે સરકારનો વારો આવે છે અને હું જવાબ આપવા માટે ઊભી થાઉ છું તો તેઓ ટિપ્પણી કરતા રહે છે. જો હું ચાલું રાખું તો તેઓ ઉઠીને બહાર જતા રહે છે. જે લોકતંત્ર માટે સારી બાબત નથી. 


ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું


અત્રે જણાવવાનું કે કોંગ્રેસના લોકસભા સભ્યો લોકસભામાં પણ આર્થિક મંદીનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. કોંગ્રેસ સરકારને આર્થિક મંદી, કૃષિ સંકટ અને બેરોજગારી જેવા જનતાને અસર કરતા મુદ્દાઓ પર ઘેરવાની કોશિશ કરી રહી છે. 


સંસદના શિયાળુ સત્રને ધ્યાનમાં રાખતા દેશમાં આર્થિક મંદીને લઈને 30 નવેમ્બરના રોજ પ્રસ્તાવિત કોંગ્રેસની રેલી ટાળી દેવાઈ છે. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ આ રેલી હવે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં 14 ડિસેમ્બરે થશે. જેમાં તમામ એનડીએ સિવાયના નેતાઓના આવવાની આશા છે. પાર્ટીએ તમામ રાજ્યો અને કેન્દ્રીય પદાધિકારીઓની  બેઠક બોલાવીને પ્રસ્તાવિત રેલી માટે સમર્થન ભેગુ કરવાનું કહ્યું છે. 


Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે, જાણો કોંગ્રેસને શું મળ્યું?


પાર્ટીના સૂત્રએ કહ્યું કે  કોંગ્રેસનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની જનવિરોધી નીતિઓના કારણે દેશમાં ભૂખમરો વધી રહ્યો છે. પાર્ટી નેતાઓના જણાવ્યાં મુજબ ભારત બચાવો  રેલીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સંબોધિત કરશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube