close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નિર્મલા સીતારમણ

ઈકોનોમી મુદ્દે નાણા મંત્રી અને તેમના પતિ 'આમને સામને', કહ્યું-મોદી મોડલ રાવ-મનમોહન કરતા મોટું

નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ના પતિ પરાકલા પ્રભાકરે એક અખબારમાં લખેલા આર્ટિકલમાં જણાવ્યું કે ઈકોનોમી માટે નરસિમ્હા રાવ અને મનમોહન મોડલને ફોલો કરવાની જરૂર છે.

Oct 15, 2019, 07:40 AM IST

PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદન, 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી'

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે.

Oct 10, 2019, 02:02 PM IST

નાણામંત્રીએ તમામ વિભાગોને પેન્ડિંગ ક્લિયર કરવા આપ્યો આદેશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, અમે તમામ મંત્રાલયોને નિર્દેશ આપ્યા છેકે જેના પણ પેન્ડિંગ બાકી છે તેને તુરંત ચુકવવામાં આવે

Sep 27, 2019, 10:15 PM IST

કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને મળશે પ્રોત્સાહન: પીએમ મોદી 

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયની ઉદ્યોગ જગતથી લઈને ચારેબાજુ વાહ વાહ થઈ  રહી છે. શેરબજારે પણ તેમના આ નિર્ણયને મન દઈને આવકાર્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યાં છે. ફાઈનાન્સ મિનિસ્ટર દ્વારા કરાયેલી જાહેરાતોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો એ એક ઐતિહાસિક નિર્ણય છે. તેનાથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે (#MakeInIndia). પીએમ મોદીએ લખ્યું કે 5 ટ્રિલીયન અર્થવ્યવસ્થા માટે આ એક સારું પગલું છે અને અમારી સરકાર બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે દરેક પગલું ઉઠાવશે. 

Sep 20, 2019, 03:26 PM IST

કોર્પોરેટ ટેક્સ ઘટાડાના નિર્મલા સીતારમણના બુસ્ટરથી શેરબજારમાં તેજી, કલાકમાં રોકાણકારો કમાયા 5 લાખ કરોડ

FM booster : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા કોર્પોરેટ માટે મહત્વનું બુસ્ટર આપવામાં આવ્યું છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો (cut corporate tax) કરવાની જાહેરાત કરતાં દેશના આર્થિક જગતમાં ખુશીનો માહોલ છે. કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયા બાદ અને ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને રાહત તથા અનેક અન્ય જાહેરાતોના પગલે આજે શેરબજારમાં ભર ભાદરવે દીવાળીનો માહોલ છે.

Sep 20, 2019, 03:01 PM IST

સરકારનો 'માસ્ટરસ્ટ્રોક', જેના કારણે શેર બજારમાં જોવા મળી રેકોર્ડબ્રેક તેજી

દેશના મુખ્ય શેરબજાર (Share Market)એ અઠવાડિયાના છેલ્લા દિવસે રોકાણકારોના ચહેરા પર ખુશી પરત કરી અને સાથે સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાં.

Sep 20, 2019, 02:00 PM IST
Live: Nirmala Sitharaman Press Conference PT9M38S

કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકવામાં આવશે: નિર્મલા સિતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે અનેક મોટી જાહેરાતો કરી. તેમણે ઘરેલુ કંપનીઓ અને નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરોકમાં ઘટાડાનો પ્રસ્તાવ રજુ કર્યો. ગ્રોથને પ્રમોટ કરવા માટે નાણા મંત્રીએ નવી ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 22% કર્યો છે. પરંતુ શરત એ છે કે કોર્પોરેટ્સે કોઈ પણ પ્રકારનું ઈન્સેન્ટિવ કે છૂટ ન લીધી હોય. નાણા મંત્રીની જાહેરાતોથી શેરબજાર ગુલબહાર થઈ ગયું છે

Sep 20, 2019, 12:50 PM IST

નાણા મંત્રીની જાહેરાતોથી શેર બજાર ગેલમાં, સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11 હજારને પાર

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે ગોવામાં જીએસટી કાઉન્સિલની બેઠક અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં અનેક મહત્વની જાહેરાતો કરી. નાણા મંત્રીએ કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કર્યા બાદ શેરબજાર ખુશખુશાલ જેવી સ્થિતિ જોવા મળી છે.

Sep 20, 2019, 11:39 AM IST

GST કાઉન્સિલની બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલ બેઠક અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અનેક મોટી જાહેરાતો કરી. આ દરમિયાન તેમણે કંપની અને વેપારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો.

Sep 20, 2019, 11:17 AM IST

રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શનિવારે આર્થિક સુધારા (Economic Reforms) અંગે વાત કરતા કહ્યું કે, મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને સારી અને સુદ્રઢ બનાવવા માટે પગલા ઉઠાવ્યા છે. ગત્ત મહિને સરકાર દ્વારા રિફોર્ટ માટે અનેક પગલા ઉઠાવ્યા. સાથે જ તેમણે કહ્યું કે, સરકારનું ફોકસ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. તેમણે કહ્યું કે, દેશમાં વ્યાપાર કરવો વધારે સરળ થયો છે. 

Sep 14, 2019, 05:25 PM IST

એક્સપોર્ટ વધારવા માટે મોદી સરકાર યોજશે મેગા શોપિંગ ફેસ્ટિવલ : નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું છે કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા પગલાં ભર્યા છે. હવે સરકારનું ફોક્સ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. હવે દેશમાં બિઝનેસ કરવાનું સરળ બન્યું છે. 

Sep 14, 2019, 03:53 PM IST

ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ

ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો માર સહી રહ્યો છે. અનેક કંપનીઓ ઘણા દિવસો માટે પ્રોડક્શન પણ અટકાવી ચુકી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની નોકરીઓ પણ ખતરામાં છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરના ઘટાડા માટે લોકોના માઇન્ડસેટમાં પરિવર્તન અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, ઓટોમોબાઇલ સેક્ટરની સ્થિતી માટે અનેક ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મુવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સંબંધિત કિસ્સા અને લોકોના માઇન્ડસેટનો પણ સમાવેશ થાય છે.

Sep 10, 2019, 06:42 PM IST

નાણા મંત્રીએ કરી સ્પષ્ટતા, બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી જશે નહીં

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે.

Sep 2, 2019, 08:31 AM IST

GDP બાદ સરકારને GST ના મોર્ચે પણ મોટો ઝટકો, કલેક્શનમા મોટો ઘટાડો થયો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનના મોરચે મોદી સરકારને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે

Sep 1, 2019, 09:26 PM IST

નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન

મનમોહન સિંહે જે મંતવ્ય રજુ કર્યું તે બદલ તેમનો આભાર હું તેમનું મંતવ્ય માંગીશ

Sep 1, 2019, 05:34 PM IST

IT રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ, જો મોડા પડ્યા તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ

આજે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આ બધા વચ્ચે એક ઓર્ડર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિટર્ન ફાઈલ કરવાની તારીખ આગળ વધારવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ઝડપથી થઈ રહેલા આ ખોટા પ્રચારને લઈને CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સ)એ ટ્વીટ કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે.

Aug 31, 2019, 07:41 AM IST

મોદી સરકારનો ચમત્કાર, બેંકોના ડુબેલા 1.21 લાખ કરોડ પાછા આવ્યા

નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી, 6 નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવ્યું છે

Aug 30, 2019, 07:01 PM IST

નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે

 ભારતીય ઇકોનોમીની સુસ્તીને દુર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ એકવાર ફરીથી મીડિયા સાથે ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે બેંકિંગ સેક્ટરના મુદ્દે કહ્યું કે, લોકોનાં હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે. 

Aug 30, 2019, 04:41 PM IST

ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા બેંકોમાં 70 હજાર કરોડ ઠલવાશે

નાણામંત્રીએ રોકાણ વધારવા માટે લૉન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જને પરત લેવાની જાહેરાત કરી છે

Aug 23, 2019, 08:07 PM IST

અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે. 

Aug 23, 2019, 07:49 PM IST