નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. 14 દિવસમાં પેટ્રોલની કિંમત 8.40 રૂપિયા પ્રતિ લિટર સુધી વધી ગઈ છે. એવામાં સસ્તું પેટ્રોલની આશા કરવી મુશ્કેલ છે. પરંતુ સરકાર એવી વ્યવસ્થા કરવા જઈ રહી છે, જેના કારણે આવનારા સમયમાં સસ્તું પેટ્રોલ મળી શકશે. તેને લઇને કેન્દ્રીય નાણા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલના ભાવ થઈ શકે છે ઓછા
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે, દેશને ડિસ્કાઉન્ટ પર ફ્યૂલ જોઈએ. રશિયાની ઓફર બાદ ભારતે સસ્તું તેલ ખરીદવાનું શરૂ કર્યું છે અને ભારત રશિયા પાસેથી કાચા તેલની ખરીદી ચાલુ રાખશે. તેનો અર્થ એ છે કે, આવનારા સમયમાં સસ્તા આઇલથી કંપનીઓના માર્જિનમાં પણ સુધારો થશે. સરકાર પણ એક્સાઈઝ ડ્યૂટીમાં રાહત આપી શકે છે. તમને જણાવી દઈએ કે, દેશ તેમની જરૂરિયાતના 85 ટકા સુધી તેલની આયાત કરે છે.


Indian Railway: રેલવે મુસાફરોને મોટો ઝટકો, 15 એપ્રિલથી 50 રૂપિયા સુધી વધશે આ ટ્રેનોનું ભાડું!


જો છૂટ મળી રહી છે તો કેમ ના ખરીદે તેલ?
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ મોસ્કો પર ઘણા દેશોએ પ્રતિબંધ લગાવ્યો છે. આ વચ્ચે નાણામંત્રીએ કહ્યું કે આપણે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું છે અને ઓછામાં ઓછા 3 થી 4 દિવસ માટે તેલ ખરીદ્યું છે. હું આપણી ઉર્જા સુરક્ષા અને આપણા દેશના હિતને સૌથી પહેલા રાખીશ. જો પુરવઠો છૂટ પર ઉપલબ્ધ છે, તો મારે તેને કેમ ના ખરીદવું જોઇએ? તેમણે કહ્યું કે યુરોપે રશિયા પાસેથી એક મહિના પહેલાની સરખામણીમાં 15 ટકા વધારે તેલ અને ગેસ ખરીદ્યો છે. તો આપણે કેમ ના ખરીદીયે.


Gold Price Today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજે કેટલી છે 10 ગ્રામની કિંમત?


બ્રિટિશ વિદેશ મંત્રીની હાજરીમાં આપ્યું નિવેદન
તમને જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત તરફથી કરવામાં આવતા સસ્તા રશિયન તેલની ખરીદીનો બચાવ કર્યો છે. હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, મને લાગે છે કે દેશો માટે બજારમાં જવું અને તે જોવું સ્વાભાવિક છે કે, તેમના લોકો માટે કયા સારા સોદા છે. તેમણે કહ્યું કે, જો અમે બે અથવા ત્રણ મહિના સુધી રાહ જોઈશું અને હકિકતમાં જોઈએ તો રશિયન ગેસ અને તેલના મોટા ખરીદાર કોણ છે તો મને શંકા છે કે યાદી પહેલાની સરખામણીમાં બહુ અલગ નહીં હોય.


રણબીર અને આલિયાના લગ્નની તારીખ સામે આવી, જાણ ક્યારે ફરશે સાત ફેરા; પરંતુ...


વિદેશ મંત્રીએ આ નિવેદન બ્રિટિશ વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રસની હાજરીમાં આપ્યું હતું. જયશંકરનો જવાબ સાંભળી ટ્રસે કહ્યું કે, બ્રિટન રશિયા પાસે ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદવાના ભારતના નિર્ણનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે, ભારત એક સંપ્રભુ રાષ્ટ્ર છે અને હું ભારતને તે કહી નથી રહી તે તેમણે શું કરવું જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube