રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આટલાએ લખાવ્યા નામ
Rajkot BJP : ગુજરાત ભાજપ દ્વારા આજરોજ રાજ્યના તમામ મહાનગરો તેમજ જિલ્લા ભાજપના અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ મહાનગરપાલિકામાં ધમધમાટ શરૂ થયો
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણૂકો બાદ હવે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામા આવી છે અને આજે ફોર્મ ભરવામા આવશે. હાલ શહેર ભાજપના પ્રમુખપદે મુકેશ દોશી રિપીટ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દેવાંગ માંકડ, ડો. પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, માધવ દવે, અશ્ર્વિન મોલિયા, પરેશ ઠાકર, કશ્યપ શુકલ, મનિષ રાડિયા, દલસુખ જાગાણી, નીલેશ જલુ, સુરેન્દ્રસિંહ વાળા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વલ્લભ દુધાત્રા, નરેન્દ્રસિંહ ઠાકુર, અશ્વિન પાંભર ઉપરાંત મહિલા ઓમાંથી કિરણબેન માંકડીયા તથા રક્ષબેન બોળીયા સહિત કુલ બે ડઝન દાવેદારો મનાય છે.
તો બીજી તરફ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. વર્તમાન પ્રમુખ અને પૂર્વ મેયર સહિત અનેક દાવેદારો મેદાનમાં આવ્યા છે. તો સામાજિક ક્ષેત્રમાં પણ મોટું નામ ધરાવતા લોકોએ પણ દાવેદારી કરી છે.
કોણે કોણે કરી દાવેદાવારી
- મુકેશ દોશી ( વર્તમાન પ્રમુખ)
- ડો.જૈમન ઉપાધ્યાય( પૂર્વ મેયર)
- ડો.શૈલેષ જાની( શિક્ષણ સાથે જોડાયેલા)
- કશ્યપ શુક્લ( પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન)
- રક્ષાબેન બોળિયા( પૂર્વ મેયર)
- બીનાબેન આચાર્ય( પૂર્વ મેયર)
- ધર્મેન્દ્ર મિરાણી( પૂર્વ કોર્પોરેટર)
- મનિષ રાડિયા( વર્તમાન કોર્પોરેટર)
- દિનેશ કારિયા( વેપારી આગેવાન)
- જીગ્નેશ જોષી( ભાજપ આગેવાન)
- જયંતિ સરધારા( પૂર્વ કોર્પોરેટર)
- દેવાંગ માંકડ( વર્તમાન કોર્પોરેટર)
- દિવ્યરાજસિંહ ગોહિલ (ભાજપના આગેવાન)
- પરેશ ઠાકર( ભાજપના આગેવાન)
- અશ્વિન મોલિયા( વર્તમાન મહામંત્રી)
- નિતીન ભૂત( ભાજપ આગેવાન)
- પ્રદિપ ડવ( પૂર્વ મેયર)
- જે.ડી.ડાંગર..( પૂર્વ કોર્પોરેટર)
વર્તમાન પ્રમુખ મુકેશ દોશીને શહેર ભાજપ પ્રમુખ બનાવાયાને દોઢ વર્ષ જ થયુ હોવાથી અને કોર્પોરેશનને બાદ કરતા સંગઠનમા તેમની કામગીરી સારી હોવાથી દોશીને રિપીટ કરવામા આવે તેવી શકયતા વધુ છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પણ 2026-ફ્રેબુઆરીમાં યોજાનાર હોય, નવા શહેર ભાજપ પ્રમુખ માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર બની રહેશે. આજે ભાજપ કાર્યાલયે પ્રમુખપદના દાવેદારોના ફોર્મ ભરાયા બાદ રવિવારે ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે અને તેમા ભરાયેલા ફોર્મની સ્ક્રૂટીની કરી પ્રદેશ કાર્યાલયમાં મોકલી અપાશે અને 10 જાન્યુઆરી સુધીમાં નવા શહેર પ્રમુખનુ નામ જાહેર કરવામા આવશે.
1. વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચસક્રિય સદસ્યતા કાર્ડસક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)
2. મહાનગર પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઈએ (ફરજીયાત)
3. મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
4. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્નિ)
5. જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ મહાનગર પ્રમુખ રહયા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહિ.
6. મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યકિત કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ (આર્થિક અને ચારિત્રયની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો ન હોય તેને લાગુ પડશે.)
7. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહિ.
રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રમુખ માટે પણ આજે પ્રક્રિયા શરૂ થનાર છે. ત્યારે વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને બીજી ટર્મ માટે રિપીટ કરવામા આવે તેવી શકયતા વધુ દર્શાવાય છે. આ સિવાય જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનિષ ચાંગેલા તેમજ મનસુખભાઇ રામાણી પણ દાવેદાર માનવામા આવે છે. આજે જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રમુખપદના દાવેદારના ફોર્મ ભરાશે અને રવિવારે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મળનાર સંકલન સમિતિની બેઠકમાં ભરાયેલા ફોર્મની સ્કૃટીની કર્યા બાદ માન્ય ફોર્મ પ્રદેશ કાર્યાલયમાં મોકલવામા આવશે.
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતી સરધારા, પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાય, મહામંત્રી અશ્વિન મોલીયાએ ઉમેદવારી નોંધવી છે. વર્તમાન પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી માધવ દવે અને જીગ્નેશ જોશી પણ મેદાને છે. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ એક નિવેદનમાં કહ્યું કે, હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું. સામાજિક સંસ્થા સરદારધામનો ઉપપ્રમુખ છું અને ખોડલધામના ટ્રસ્ટી પણ છું. સમજ સેવા કરવા આવ્યો છું. ભાજપના કાર્યકર તરીકે હું મારી શક્તિનો ઉપયોગ કરવા માગું છું.
તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કોર્પોરેટર પુષ્કર પટેલે કહ્યું કે, હું પાર્ટીના કાર્યકર તરીકે આવ્યો છું પ્રમુખ તરીકે ફોર્મ નથી ભરવાનો. શહેર ભાજપના પ્રમુખની દાવેદારી તરીકે પુષ્કર પટેલનું પણ નામ ચર્ચામાં હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે