નવી દિલ્હીઃ કોરોના વાયરસથી લૉકડાઉન વચ્ચે આવકવેરા વિભાગે સામાન્ય કરદાતાઓ અને બિઝનેસમેનને મોટી રાહત આપી છે. હકીકતમાં, દેશવ્યાપી લૉકડાઉનને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા દેશવાસીઓ અને કારોબારીઓને જોતા નાણા મંત્રાલયે આવકવેરા વિભાગને તત્કાલ 5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ રિફંડ જારી કરવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંકટને જોતા નાણા મંત્રાલયનો નિર્ણય
સરકારના આ નિર્ણયથી 14 લાખ કરદાતાઓને ફાયદો થશે, તેને તત્કાલ રિફંડ મળવાથી રોકડની સમસ્યા થશે નહીં. હકીકતમાં નિયમ પ્રમાણે રિફંડમાં 2 મહિના સુધીનો સમય લાગે છે, કારણ કે ટેક્સ રિટર્ન ફાઇલ થયા બાદ આવકવેરા વિભાગ ઈ-વેરિફિકેશન કરે છે અને રિફંડ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને 15 દિવસમાં પણ રિફંડ મળી જાય છે. 


ઇન્ડિગોની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 30 એપ્રિલ સુધી રદ્દ, વોલેટમાં મળશે રિફંડ

જીએસટી અને કસ્ટમ રિફંડનો પણ આદેશ
આ સિવાય નાણામંત્રાલયે જીએસટી અને કસ્ટમના ટેક્સ રિફંડને પણ જારી કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. સરકાર કુલ 18 હજાર કરોડ રૂપિયાનું રિફંડ જારી કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર