ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..! તમારું ખાતું તો નથીને આ બેન્કમાં
Govt Stake in PSU Banks: સપ્ટેમ્બરમાં પંજાબ નેશનલ બેન્ક (PNB)એ QIP દ્વારા 50 અરબ રૂપિયા એકત્ર કર્યા હતા. આ સિવાય ઓક્ટોબરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રે QIPમાંથી 35 અરબ રૂપિયા એકત્ર કર્યા હતા.
Govt Stake in PSU Banks: સરકાર દ્વારા પબ્લિક સેક્ટરની ચાર બેન્કોમાં હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે. સરકાર દ્વારા પબ્લિક શેરહોલ્ડિંગ નિયમો હેઠળ આ બેન્કોમાં લઘુમતી હિસ્સો વેચવાની યોજના છે. રોયટર્સે સરકારી સ્ત્રોતને ટાંકીને દાવો કર્યો છે કે, ભારત સરકાર આગામી મહિનાઓમાં નાણા મંત્રાલય સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (Central Bank of India), ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક (Indian Overseas Bank), યુકો બેન્ક (UCO Bank) અને પંજાબ એન્ડ સિંધ બેન્ક (Punjab and Sind Bank)માં હિસ્સેદારી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માંગી શકે છે.
કઈ બેન્કમાં સરકારનો કેટલી હિસ્સેદારી છે?
બીએસઈની વેબસાઈટ પર આપેલા ડેટા મુજબ સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 93%, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં 96.4%, યુકો બેન્કમાં 95.4% અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં 98.3% હિસ્સેદારી ધરાવે છે. રોયટર્સ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આ યોજના હેઠળ ઓપન માર્કેટમાં ઓફર ફોર સેલ દ્વારા હિસ્સેદારી વેચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની લિસ્ટેડ કંપનીઓમાં 25% પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૂરી છે. પરંતુ ઓગસ્ટ 2026 સુધી સરકારની માલિકીની કંપનીઓને આ નિયમોને પરિપૂર્ણ કરવાથી મુક્તિ આપવામાં આવી છે.
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત
ક્યારે વેચવામાં આવશે હિસ્સેદારી?
જો કે, આ અંગે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે શું સરકાર સેબી દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બેન્કના શેર વેચશે કે આ નિયમની સમયમર્યાદા લંબાવવા માટે વધુ નાણાં માંગશે? એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વેચાણનો સમય અને જથ્થો બજારની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા પણ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
આ બેન્કોએ QIPમાંથી નાણાં એકત્ર કર્યા
તાજેતરમાં પબ્લિક સેક્ટરની બેન્કોએ મૂડી એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યું છે. તેના કારણે સરકારી બેન્કોમાં સરકારનો હિસ્સો ઘટ્યો છે. નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં પંજાબ નેશનલ બેન્કે QIP દ્વારા 50 અરબ રૂપિયા એકત્ર કર્યા હતા. આ સિવાય ઓક્ટોબરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રે QIP દ્વારા 35 અરબ રૂપિયા એકત્ર કર્યા હતા.