નવી દિલ્હીઃ આરબીઆઈ દ્વારા વિભિન્ન કિંમતોની નવી નોટ આવ્યા બાદ હવે એક રૂપિયાની નવી નોટ પણ આવવાની છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની નવી નોટ જારી કરવા જઈ રહી છે. એક રૂપિયાની નોટ કેન્દ્રીય નાણા મંત્રાલય છાપે છે, જ્યારે અન્ય નોટ આરબીઆઈ છાપે છે. આવો જાણીએ એક રૂપિયાની નવી નોટમાં શું ખાસ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. નવી નોટમાં 'Government of India'ની ઉપર 'ભારત સરકાર' લખેલુ હશે. 


2. એક રૂપિયાની નોટમાં નાણા મંત્રાલયના સચિવ અતનુ ચક્રવર્તીની બે ભાષામાં સહી હશે. 


3. નવી નોટ એક રૂપિયાના નવા સિક્કા જેવી હશે અને તેમાં ' ₹'ના સિમ્બોલની સાથે સત્યમેવ જયતે અને નંબરિંગ પેનલમાં કેપિટલ ‘L’ લેટર છાપેલો હશે. 


4. નોટ પર નંબરિંગ કાળા કલરમાં નીચેથી જમણી બાજુએ હશે અને ન્યૂમરલ્સની સાઇઝ ડાબેથી વધતા આકારમાં હશે. 


5. પ્રથમ ત્રણ આલ્ફાન્યૂમેરિક નંબરનો આકાર સમાન હશે.


6. નોટની પાછળની તરફ 'Government of India'ની ઉપર 'ભારત સરકાર' છાપેલું હશે. સાથે વર્ષ 2020 અને ' ₹'નો સિમ્બોલ હશે. 


7. એક નોટનો કલર જોવામાં સંપૂર્ણ રીતે પિંક ગ્રીન નહીં લાગે.


8. નવી નોટ લંબચોરસ હશે અને તેની સાઇઝ 9.7 x 6.3 cm હશે.


9. એક રૂપિયાની નવી નોટમાં મલ્ટી ટોનલ વોટરમાર્ક હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક