Financial Gift: કરવા ચોથની ઉજવણી સાથે તહેવારોની સિઝન શરૂ થઈ જશે. કરવા ચોથ પર પત્ની પોતાના પતિની લાંબી આયુ માટે વ્રત રાખે છે આ દિવસે પતિ પણ પોતાની પત્નીને ગિફ્ટ આપે છે. કરવા ચોથ પછી દિવાળીના તહેવાર શરૂ થઈ જશે. દિવાળી દરમિયાન પણ પરિવારના લોકો માટે ગિફ્ટ લેવામાં આવે છે. જો તમે પણ તમારી પત્ની કે પરિવારની અન્ય મહિલાઓ માટે ગિફ્ટ લેવાનું વિચારી રહ્યા હોય તો આ ફેસ્ટિવ સિઝનમાં તમે આ ફાઈનાન્સિયલ ગિફ્ટ તેમને આપી શકો છો. આ ગિફ્ટ એવા છે જે તેમને જીવનભર લાભ કરાવશે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મંદીનું વાવાઝોડું પણ આ શેરનો વાળ વાંકો ન કરી શક્યુ: 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ


નવેમ્બરમાં રજાઓ જ રજાઓ, બેંકના કામ આ તારીખો પહેલા પતાવી લેજો, 15 દિવસ બેંકો હશે બંધ


સરકારી કંપનીનો શેર કરી દેશે માલામાલ, 5 વર્ષમાં રૂપિયા ડબલ નહીં ત્રણ ગણા કરી દીધા


શેર ખરીદો


પોતાની પત્નીના નામે ડિમેટ એકાઉન્ટ ખોલાવીને તમે શેર ખરીદીને સારી કંપનીમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો તમે અલગ અલગ સેક્ટરના શેર ખરીદીને પોર્ટફોલિયો બનાવો છો તો તેનાથી લાભ પણ વધારે થશે. આ કામ કરવાથી દર વર્ષે નાણાકીય લાભ પણ થશે.
 


મહિલા સન્માન બચત પત્ર


કેન્દ્ર સરકાર તરફથી મહિલાઓ માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં તમે તમારી પત્નીના નામે એકાઉન્ટ ખોલાવીને રોકાણ કરી શકો છો. કેન્દ્ર સરકારની આ યોજના મહિલાઓની આર્થિક સુરક્ષા અને બચત કરવા માટેની સૌથી ફાયદાકારક સ્કીમ છે. જેમાં રોકાણ કરવાથી સારું વ્યાજ દર પણ મળે છે.
 


સોનુ ખરીદુ


દરેક સ્ત્રીને સોનુ પસંદ હોય છે જો તમે આ તહેવારોની સિઝનમાં પત્નિને ગિફ્ટ કરવા માંગો છો તો સોનાની કોઈ વસ્તુ ખરીદીને આપી શકો છો. તમે પત્નીને સોનાના સિક્કા પણ ગિફ્ટમાં આપી શકો છો જેનો ઉપયોગ જરૂર પડે ત્યારે કરી શકાય છે અને તેમાંથી પણ સારું રિટર્ન મળે છે.