મંદીનું વાવાઝોડું પણ આ શેરનો વાળ વાંકો ન કરી શક્યું : 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ

Stock Market: મજબૂત માંગને કારણે સમગ્ર વાયર અને કેબલ ઉદ્યોગ તેજીમાં છે. બ્રોકરેજ માને છે કે પ્લાઝા વાયર્સને આ તેજીથી નોંધપાત્ર ફાયદો થશે.

મંદીનું વાવાઝોડું પણ આ શેરનો વાળ વાંકો ન કરી શક્યું : 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ

Money Making Tips: ભારતીય શેરબજાર (Stock Market) માં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવાર પહેલા 6 સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.બજારમાં અરાજકતાના કારણે રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 6 દિવસ સુધી ચાલેલા મંદીના આ વાવાઝોડામાં આ નવો નવો સ્ટોક મક્કમ રહ્યો. બજાર ભલે ઘટી ગયું હોય, પરંતુ તે બજારની વિરુદ્ધમાં આગળ વધ્યું અને દરરોજ ઉપલી સર્કિટ સતત લાગી હતી. અમે પ્લાઝા વાયર સ્ટોક (Plaza Wires stock) વિશે વાત કરી રહ્યા છીએ. 12 ઓક્ટોબરે માર્કેટમાં લિસ્ટ થયેલો આ સ્ટોક દરરોજ ઉપલી સર્કિટ લગાવી રહ્યો હતો. શુક્રવારે પણ પ્લાઝા વાયર્સના શેર 10 ટકાના ઉછાળા સાથે રૂ. 136.60 પર બંધ થયા હતા.

જે રોકાણકારોએ પ્લાઝા વાયર્સના આઈપીઓ શેરમાં નાણાંનું રોકાણ કર્યું હતું, તેમના રોકાણનું મૂલ્ય માત્ર 10 ટ્રેડિંગ સેશનમાં બમણાથી વધુ થઈ ગયું છે. પ્લાઝા વાયર્સની IPO કિંમત રૂ. 54 હતી. હવે આ શેરની કિંમત 136 રૂપિયા છે. 12 ઓક્ટોબરે પ્લાઝા વાયર્સના શેર 56 ટકાના પ્રીમિયમ પર રૂ. 84માં શેરબજારમાં લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે તે રૂ.80.23 પર બંધ રહ્યો હતો.

શું તેજી ચાલું રહેશે
પ્લાઝા વાયર્સ મજબૂત બિઝનેસ મોડલ અને સોલિડ ઓર્ડર બુક ધરાવે છે. ઇનપુટ કિંમત પણ કંપનીની તરફેણમાં છે. તેનાથી માર્જિનમાં વધારો થવાની શક્યતા છે. મજબૂત માંગને કારણે, સમગ્ર વાયર અને કેબલ ઉદ્યોગ તેજી પર છે. પ્લાઝા વાયર્સના શેરમાં આવનારા 12 મહિનામાં રોકાણકારોને 25 ટકા નફો આપવાની ક્ષમતા છે.

રોકાણકારોએ ઘણા પૈસા રોક્યા 
રોકાણકારોએ ઇલેક્ટ્રિકલ કેબલ કંપની પ્લાઝા વાયર્સના IPOમાં ભારે રોકાણ કર્યું હતું અને તે આ વર્ષે સૌથી વધુ સબસ્ક્રાઇબ થયેલા IPOની યાદીમાં સામેલ છે. 71.28 કરોડનો આ IPO 160.97 વખત સબસ્ક્રાઇબ થયો હતો. આ કારણોસર તે વર્ષના સૌથી વધુ સબસ્ક્રાઇબ થયેલા IPOમાંનો એક બન્યો.

તમામ રોકાણકારો બિડિંગમાં આક્રમક હતા. છૂટક રોકાણકારોએ ફાળવેલ ક્વોટા કરતાં 374.81 ગણો, લાયક સંસ્થાકીય રોકાણકારોમાં (QII) 42.84 ગણો અને ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓમાં (HNIs) પણ આ સ્ટોક 388.09 ગણો ખરીદાયો હતો. 71.28 કરોડના પ્લાઝા વાયર ઈસ્યુમાં વેચાણ માટે કોઈ ઓફર નહોતી. ઇક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતો આ જાહેર ઇશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ હતો.

(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે આમાંના કોઈપણમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા કોઈપણ નફા કે નુકસાન માટે Zee24 kalak જવાબદાર નથી. )

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news