નવી દિલ્હી: બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ આધાર કાર્ડ પર લોકોના બેંક ખાતામાં સબસિડી જેવી સુવિધા મળે છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો બેંક ખાતા અને આધાર કાર્ડને જોડવું જરૂરી છે. ખાસ કરીને ગેસની સબસિડી લેવી હોય તો આ કામ વધારે જરૂરી થઈ જાય છે. જો આ કામ ન કર્યું હોય તો કરી લો. કેમ કે તે સરળ હોવાની સાથે સાથે જરુરી પણ છે. જો ખાતાને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યું તો એ પણ ધ્યાન રાખો કે તમારું આધાર કાર્ડ કેટલાં ખાતા સાથે જોડાયેલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર કાર્ડથી ચેક કરી શકો છો બેંક એકાઉન્ટની માહિતી
તમારું બેંક એકાઉન્ટ બની શકે કે એક જ આધાર કાર્ડ સાથે જોડાયેલું હશે. આથી આધાર નંબરને ચેક કરીને જાણવા માગો છો કે બધા ખાતા આધાર કાર્ડ સાથે જોડાયેલા છે કે નહીં. સુરક્ષાની દ્રષ્ટિએ બીજી એક વાત પણ જરૂરી છે. ઓનલાઈનની દુનિયામાં ફ્રોડની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે કોઈના એકાઉન્ટ પર બીજું કોઈ નકલી એકાઉન્ટ ચલાવી રહ્યું છે. નકલી એકાઉન્ટના આધારે તે મોટી ઘટનાને અંજામ આપી શકે છે. તેનાથી બચવા અને નકલી એકાઉન્ટ વિશે જાણવાનો સૌથી સારો રસ્તો એ છે કે આધાર કાર્ડ ચેક કરો. તેનાથી તમે માહિતી મેળવી શકો છો કે આધાર કાર્ડ સાથે કેટલા બેંક એકાઉન્ટ જોડાયેલા છે. જો કોઈ શંકાસ્પદ લાગી રહ્યું છે તો સાવધાન થઈ જાઓ અને તરત સાઈબર ક્રાઈમ બ્રાંચમાં તેની ફરિયાદ કરો.


આધાર કાર્ડની વેબસાઈટ પર જાઓ
આધાર સાથે જોડાયેલ બેંક ખાતાની જાણકારી UIDAIની વેબસાઈટ પરથી પ્રાપ્ત કરી શકો છો. સ્ટેટસ ચેક કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન લિમિટેડે આખી મશીનરી તૈયાર કરી છે. તેના દ્વારા તમે બેંક એકાઉન્ટ કે આધાર સાથે લિંકિંગની જાણકારી મેળવી શકો છો. તેની જાણકારી તમને મોબાઈલ પર પણ મળી જશે. કેમ કે આધાર અને બેંક એકાઉન્ટની સાથે મોબાઈલ નંબર પણ રજિસ્ટર થાય છે.


કેવી રીતે કરશો ચેક
તમારા આધાર કાર્ડ સાથે કેટલાં બેંક ખાતાં જોડાયેલા છે. તેને જાણવા માટે NPCL મેપરની લિંક https://resident.uidai.gov.in/bank-mapper પર વિઝિટ કરી શકો છો. તેના પર ક્લિક કરવા અને જરૂરી જાણકારી ભર્યા પછી રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવે છે. તમારા આધાર નંબરનો દુરુપયોગ ન થાય, તે નંબરના આધાર કાર્ડ પર કોઈ નકલી એકાઉન્ટ ન ખોલે, તેના માટે UIDAI તરફથી આધારને લોક કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે જરૂરી હોય ત્યારે તેને અનલોક કરી શકાય છે. જરૂરી ન હોય તો તેને લોક કરીને રાખી શકાય છે. તેનાથી નકલી એકાઉન્ટ બનવાનો ખતરો ઓછો થઈ જશે.


7th Pay Commission: કોરોના સંકટ વચ્ચે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, વેરિએબલ મોંઘવારી ભથ્થામાં ધરખમ વધારો


આધાર-બેંક ખાતાનું સ્ટેટસ ચેર કરો
સૌથી પહેલાં આધારની વેબસાઈટ uidai.in પર જાઓ. અહીંયા તમારે My Aadhar સેક્શન જોવા મળશે. તેના પર ક્લિક કર્યા પછી તમારે આધાર સર્વિસીઝ સેક્શન પર જવાનું રહેશે. તેના પર ક્લિક કરતાંની સાથે જ તમારી સામે એક નવું પેજ ખૂલી શકે છે. અહીંયા તમારે UID કે VID નંબર પૂછે છે. સિક્યોરિટી કોડ પણ નાંખવાનો હોય છે. જે એક નાના બોક્સમાં હોય છે. આ કેપ્ચા કોડ હોય છે. જેને સાવધાનીથી ભરવાનો હોય છે.


આ બધી જાણકારી આપ્યા પછી વન ટાઈમ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે. આ કોડને UIDAI ઓટીપી સેક્શનમાં લખો અને સબમિટનું બટન દબાવો. જો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે જોડાયેલું હશે તો એક મેસેજ ડિસ્પ્લે થશે. મેસેજમાં આ લખાયેલું હોય છે કે UIDAI NPCLના સર્વર પરથી લેવામાં આવેલ કોઈ ડેટા સ્ટોર કરતો નથી.


Retirement પછી દર મહિને મળતી રહેશે મોટી રકમ! આ છે સૌથી સુરક્ષિત Investment Options


સાવધાની સાથે રાખો આધાર નંબર
જો આ મેસેજ ના દેખાય તો તમારે પોતાની બેંક બ્રાંચમાં જવાનું રહેશે અને આધાર લિંક માટે કહેવું પડશે. બેંક ખાતું અને આધાર કનેક્ટેડ કરવાનું કારણ એ છે કે તેનાથી ફર્જીવાડાથી બચી શકાય છે. ફર્જીવાડા કરનાર બીજા ખાતામાંથી પૈસા કાઢે છે અને ગાયબ થઈ જાય છે. સાઈબર ગુનેગાર નકલી નામ કે નકલી કંપનીના નામ પર ખાતું ખોલે છે. આ ખાતા દ્વારા મની લોન્ડરિંગનું કામ થાય છે. હેકિંગ કરનારા આધાર નંબરની પણ ચોરી કરે છે અને તેના પર નકલી બેંક એકાઉન્ટ બનાવવું સરળ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube