બજેટ લક્ષ્યને અનુરૂપ રાજકોષીય ખોટઃ આરબીઆઈ ગવર્નર
કંટ્રોલર અને ઑડિટર જનરલ (સીજીએ) સામાન્ય રીતે 15 મે સુધી પૂર્વ નાણાકિય વર્ષના રાજકોષીય ખાધના આંકડા જાહેર કરે છે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કુલ રાજકોષીય ખોટ બજેટના લક્ષ્યોને અનુરૂપ છે અને ચાલૂ ખાતાની ખોટ 2018-2019નાકુલ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી)ના 2.5 ટકાની નજીક રહેવાની આશા છે.
દાસે આ વાત આ સપ્તાહે વોશિંગટન ડીસીમાં વિશ્વ બેન્ક-આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ)ની સ્પ્રિંગ મીટિંગના તક પર આયોજીત ગવર્નર વાર્તામાં કરી હતી. ગવર્નરનું નિવેદન સરકાર દ્વારા ગત નાણાકિય વર્ષ 2018-19ની રાજકોષીય ખાધની પ્રાપ્તિનું પ્રથમ સત્તાવાર સમર્થન છે.
કંટ્રોલર અને ઑડિટર જનરલ (સીજીએ) સામાન્ય રીતે 15 મે સુધી પૂર્વ નાણાકિય વર્ષના રાજકોષીય ખોટના આંકડા જાહેર કરે છે. દાસે તે પણ કહ્યું કે, દેશની ચાલૂ ખાતા ખોટ (સીએડી) 2018/19માં જીડીપીની 2.5 ટકા રહી શકે છે. ભારત સરકાર અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઘટાડાને કારણે ચુકવણી સંતુલનમાં કમી આવી છે.
કેન્દ્રીય બેન્ક વ્યાજદરોનું નિર્ધારણ કરવા સમયે નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક આંકડાના નિર્દેશકોને પણ ધ્યાનમાં રાખે છે. આ મહિનાના પ્રારંભમાં આરબીઆઈએ રેપો રેટ 6.25 ટકાથી ઘટાડીને છ ટકા કરી દીધો હતો. આ સાથે કેન્દ્રીય બેન્કે ચાલૂ નાણાકિય વર્ષમાં જીડીપી વિકાસ દર અનુમાન 7.2 ટકા રાખ્યું છે.