Fixed Deposit: આ 5 બેંક આપી રહી છે FD પર સૌથી વધારે રિટર્ન
રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ હોય છે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit). આ એક ટ્રેડિશનલ સેવિંગ સ્કીમ (Traditional Savings Scheme) છે. જેમાં એવા રોકાણકારો પૈસા લગાવવાનું પસંદ કરે છે જેમને રિસ્ક લેવાનું પસંદ નથી
નવી દિલ્હી: રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ હોય છે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit). આ એક ટ્રેડિશનલ સેવિંગ સ્કીમ (Traditional Savings Scheme) છે. જેમાં એવા રોકાણકારો પૈસા લગાવવાનું પસંદ કરે છે જેમને રિસ્ક લેવાનું પસંદ નથી. તેનું સૌથી મોટું કારણ છે ફિક્સ ડિપોઝિટ પર સરકારી ગેરેન્ટી મળે છે. FD પર વ્યાજ (Fixed deposit Interest rates) વર્ષના આધાર પર નક્કી થયા છે. પરંતુ વ્યાજનું કેલક્યૂલેશન (How to calculate FD interest rate) ક્વાર્ટરના આધાર પર કરવામાં આવે છે.
સેવિંગ એકાઉન્ટની સરખામણીએ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણકારોને થોડું વધારે વ્યાજ પણ મળે છે. બેંકોના હિસાબથી એફડીના દર બદલાતા રહે છે. સીનિયર સિટીજન્સને FD (Fixed Deposit) પર વધારે વ્યાજ મળે છે. સામાન્ય જનતાની સરખામણીએ સીનિયર સિટિઝન્સને 0.5 ટકા વધારે વ્યાજનો ફાયદો મળે છે. એક નજર બેંક અને તેમના એફડી વ્યાજ દરો પર કરીએ...
SBIમાં FD પર વ્યાજ
સમયમર્યાદા | વ્યાજ |
7-45 દિવસ | 2.90 ટકા |
46-179 દિવસ | 3.90 ટકા |
180 દિવસ- 1 વર્ષ | 4.40 ટકા |
1-2 વર્ષ | 4.90 ટકા |
2-3 વર્ષ | 5.10 ટકા |
3-5 વર્ષ | 5.30 ટકા |
5-10 વર્ષ | 5.40 ટકા |
SBI સીનિયર સિટીઝન્સને 0.5 ટકા વધારે વ્યાજ આપે છે.
સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી માટે 6.2 ટકા વ્યાજ મળે છે.
Punjab National Bankમાં FD પર વ્યાજ
સમયમર્યાદા | વ્યાજ |
7-45 દિવસ | 3.00 ટકા |
1 વર્ષથી ઓછી | 4.50 ટકા |
1-3 વર્ષ | 5.20 ટકા |
5-10 વર્ષ | 5.25 ટકા |
HDFC Bankમાં FD પર વ્યાજ
સમયમર્યાદા | વ્યાજ |
7-29 દિવસ | 2.50 ટકા |
30-90 દિવસ | 3.00 ટકા |
91 દિવસ- 6 મહિના | 3.50 ટકા |
1થી 2 વર્ષ | 4.90 ટકા |
2થી 3 વર્ષ | 5.15 ટકા |
3-5 વર્ષ | 5.30 ટકા |
5-10 વર્ષ | 5.50 ટકા |
Bank Of Barodaમાં FD પર વ્યાજ
સમયમર્યાદા | વ્યાજ |
7-45 દિવસ | 2.80 ટકા |
46-180 દિવસ | 3.70 ટકા |
181-270 દિવસ | 4.30 ટકા |
271 દિવસ- 1 વર્ષથી ઓછી | 4.40 ટકા |
1 વર્ષની મેચ્યોરિટી પર | 5.00 ટકા |
1-2 વર્ષ | 5.00 ટકા |
2-3 વર્ષ5.10 ટકા | 5.10 ટકા |
3-10 વર્ષ | 5.25 ટકા |
Canara Bankમાં FD પર વ્યાજ
સમયમર્યાદા | વ્યાજ |
7-45 દિવસ | 2.95 ટકા |
46-90 દિવસ | 3.90 ટકા |
180 દિવસ- 1 વર્ષથી ઓછી | 4.45 ટકા |
1 વર્ષની મેચ્યોરિટી પર | 5.25 ટકા |
1-2 વર્ષ | 5.20 ટકા |
2-3 વર્ષ | 5.40 ટકા |
3-10 વર્ષ | 5.50 ટકા |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube