મુંબઈ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સરકારી તેલ કંપની PDVSA પર પ્રતિબંધ મૂક્યો છે જેની પાછળનું કારણ ખાસ છે. હકીકતમાં અમેરિકા OPEC સભ્યો દ્વારા કરવામાં આવતીા કાચા તેલના નિકાસના જથ્થાનું પ્રમાણ ઘટાડવા માગે છે. આ પ્રતિબંધની સીધી અસર આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડની કિંમત પર પડશે. જાણકારોના દાવા પ્રમાણે તેલની કિંમત વધવાથી ભારતમાં વ્યાપારિક નુકસાન વધશે. CARE રેટિંગના રિપોર્ટ પ્રમાણે આનાથી પેટ્રો અને ડીઝલની કિંમત પ્રભાવિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેનેઝુએલા ભારતનો ચોથા નંબરનો ક્રુડ સપ્લાયર છે. ભારત આ સિવાય ઇરાક, સાઉદી અરબ અને ઇરાન પાસેથી પણ ક્રુડ મેળવે છે. વેનેઝુએલા 2018ના એપ્રિલથી નવેમ્બર વચ્ચે કુલ ક્રુડ આયાતનો 12 ટકા હિસ્સો વેનેઝુએલા પાસેથી મેળવ્યો હતો. હવે આ સંજોગોમાં જો તેલની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધે છે તો એની અસર ભારતના સ્થાનિક સ્તર પર પડશે. 


ફાઇનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર પ્રમાણે જો ક્રુડની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે વધે છે તો ભારતને 1.6 અબજ ડોલરનો વધારાનો બોજ ઉઠાવવો પડશે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ ક્રુડની કિંમતમાં તફાવત જોવા મળ્યો છે. જો વેનેઝુએલા અને ઇરાન પર પ્રતિબંધમાં ઢીલ ન મુકવામાં આવી તો મે, 2019 સુધી ક્રુડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...