નવી દિલ્હી: દિલ્હીમાં હવાઇ યાત્રાઓ કરનારા અને આ યાત્રીઓ તેમની ખીસ્સા ખાલી કરવા પડશે. એક ઇ-કોમર્સ ટ્રાવેલ વેબસાઇટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે દિલ્હીમાં એરપોર્ટ પર ત્રણ માંથી એક રનવે પર સમારકામ કરવાનું હોવાથી સપ્તાહે વિમાન ભાડમાં 86 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લિમિટેડ (ડાયલ) આ પહેલા આ મહિને ઘોષણા કરી હતી, કે ત્રણ માંથી એક રનવે પર સમારકામ શરૂ કરવાનું હોવાથી 15 નવેમ્બર સુધી 13 દિવસ માટે બંધ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લાઇટ શેડ્યૂલમાં પણ થશે ફેરફાર
એરલાઇન્સ કંપનીઓને કહેવામાં આવ્યું હતું, કે તે આને અનુરૂપ પોતાના ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવી શકે છે. શુક્રવારે સાંજે મોટાભાગની યાત્રા પરથી ટિકીટોની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આઇજીગોના આંકડાઓ અનુસાર દિલ્હીથી બેગલુરુ સાથેની ટીકીટ સામાન્ય દિવસોમાં 11,044 રૂપિયાનું હતું. શનિવારે તેનું મૂલ્ય 13,702 રૂપિયા થઇ ગયા છે. 


આનનારા એક સપ્તાહ માટે ભાડમાં વધારો 
મુંબઇ થી દિલ્હી આવનારા યાત્રીઓએ શનિવારે 11,060 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં આ જ માર્ગ માટે 9,228 રૂપિયા હોય છે. આઇજીગોના મુખ્ય કાર્યકારી અને સહ સંસ્થાપક આલોક વાજપેયીએ કહ્યું કે રનવે 09-27ને બંધ કરી દેવથી આવનારા સપ્તાહમાં ભાડાઓમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગામી સપ્તાહે યાત્રાઓની ઉંચી માંગને કારણે ભાડાઓમાં વૃદ્ધિ કરવામાં આવી છે. દિલ્હી થી મુંબઇ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઇ પહોચવા માટેના ભાડાઓમાં વધારો કરવામાં આવ્યો છે. 


ઇન્દિરા ગાંધી આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રનવે 27-09ને 13 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. ઇન્દિરા ગાંધી એરપોર્ટએ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. આહિયા ત્રણ રન-વે છે. માટે એક રન-વે બંધ થવાથી અહિં રોજની 50 ફ્લાઇટો કેન્સલ થઇ છે.