અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન ભરશે બે ઉડાન, જુઓ આ છે ફ્લાઇટનું શીડ્યુલ
- સ્પાઇસજેટની સીપ્લેન સર્વિસ પ્રવાસ અને પ્રવાસનને વેગ આપશે તથા અંતરિયાળ વિસ્તારને જોડાણ પ્રદાન કરશે
- સીપ્લેન નાનાં જળાશયો અને ટૂંકી એરસ્ટ્રિપ એમ બંને પર ઉડાન ભરી શકે છે અને ઉતરાણ કરી શકે છે
- નાગપુર, ગૌહાટી અને મુંબઈમાં સફળ પરીક્ષણો કર્યા, સ્પાઇસજેટ ઉડાન અંતર્ગત 18 સીપ્લેન રુટ ધરાવે છે
- ફ્લાઇટ સ્પાઇસજેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઇસ શટલ દ્વારા ઓપરેટ થશે
ગુરુગ્રામ: દેશમાં પ્રાદેશિક જોડાણમાં પરિવર્તન લાવનાર તથા પ્રવાસ અને પ્રવાસનને મોટો વેગ આપવાના પગલાં સ્વરૂપે ભારતની સૌથી મોટી રિજનલ કંપની સ્પાઇસજેટએ આજે અમદાવાદ (સાબરમતી રિવરફ્રન્ટ) અને ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે એની સીપ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ફ્લાઇટ સ્પાઇસજેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઇસ શટલ દ્વારા કાર્યરત થશે. એની શરૂઆત સાથે સ્પાઇસજેટ અમદાવાદ-કેવડિયા રુટ પર દરરોજ બે ફ્લાઇટ ઓપરેટ કરશે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે.
ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂઝિવ વન-વે ફેર રૂ. 1500/-થી શરૂ થશે અને આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે. સ્પાઇસજેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. આ ફ્લાઇટની શરૂઆત 31 ઓક્ટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સન્માનમાં થઈ છે. વિમાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી સવારે 10.15 વાગે ઉડાન ભરશે અને સવારે 10.45 વાગે કેવિડયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટ પહોંચશે.
આ પણ વાંચો:- અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનમાં કરો મુસાફરી, SpiceJetએ આપી આ ખાસ ઓફર
આ વિશે સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંઘે કહ્યું હતું કે, અમારી પ્રથમ સીપ્લેન સર્વિસની શરૂઆત યાદગાર રહેશે, કારણ કે આ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી વધુ પ્રસિદ્ધ ઘટનાઓમાં પૈકીની એક હશે. અમને સ્પાઇસજેટમાં આપણા પ્રધાનમંત્રીનું વિમાન દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારને જોડવાના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ગર્વ છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે અમારી સીપ્લેન સર્વિસથી પ્રવાસનો સમય ઘટીને અડધો કલાકનો થઈ જશે તથા એમાં પ્રવાસીઓને ઉડાનનો વિશિષ્ટ, રોમાંચક અનુભવ મળશે, જે પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ આપશે. નાનાં શહેરો અને નગરોને એર કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે માળખાગત સુવિધાના પડકારો મુખ્ય અવરોધ છે.
આ પણ વાંચો:- હારીજ નગરપાલિકાની સભામાં ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, નીતિ નિયમો સરે આમ ભંગ
નાનાં જળાશય પર ઉતરાણ કરવાની ક્ષમતા સાથે સીપ્લેન આદર્શ ફ્લાઇંગ મશીનો છે, જે ભારતના અંતરિયાળ વિસ્તારોને એરપોર્ટ્સ અને રનવેઝનું નિર્માણ કરવા માટે ઊંચો ખર્ચ કર્યા વિના મુખ્ય પ્રવાહના ઉડ્ડયન નેટવર્ક સાથે અસરકારક રીતે જોડી શકે છે. તેમણે ઉમેર્યુ હતું કે, “ઉડાન સરકારે શરૂ કરેલી સૌથી નોંધપાત્ર યોજનાઓ પૈકીની એક છે, જે અભૂતપૂર્વ જોડાણ પ્રદાન કરે છે. સ્પાઇસજેટ શરૂઆતથી ઉડાનની મજબૂત સપોર્ટર અને અતિ ઉત્સાહી સહભાગીદાર છે તથા ઉડાન Iમાં સહભાગી થયેલી ખાનગી ક્ષેત્રની એકમાત્ર મોટી એરલાઇન હતી. ઉડાન અંતર્ગત દેશના તમામ વિસ્તારોમાં ફ્લાઇટનું નેટવર્ક ઊભું કર્યા પછી સ્પાઇસજેટની નવી સીપ્લેન સર્વિસ દેશના પ્રાદેશિક જોડાણ માટે સંપૂર્ણપણે નવું પ્રકરણ શરૂ કરવા સજ્જ છે.
આ પણ વાંચો:- ‘જ્યાં 20 વોટ નથી મળતા ત્યાં પણ કામ કરીએ છીએ’ AMCની સભામાં અમિત શાહના વિવાદિત નિવેદનથી હોબાળો
ટ્વિન ઓટ્ટર 300: સલામત અને સૌથી વધુ લોકપ્રિય સીપ્લન
પરિવહનનું સલામત માધ્યમ એર ટ્રાવેલ છે અને સ્પાઇસજેટએ ટ્વિન ઓટ્ટર 300 માટે પ્રતિબદ્ધતા, સલામતી અને જાળવણી માટેનું સમાન સ્તર સુનિશ્ચિત કર્યું છે. આ વિમાન ઉડાનમાં સલામત હોવાની સાથે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય અને બહોળો ઉપયોગ થતું વિમાન છે. ટ્વિન ઓટ્ટર 300 સૌથી વધુ વિવિધતાસભર અને સલામત વિમાન પૈકીનું એક છે તથા એની વિશ્વસનિયતા, મજબૂત નિર્માણ, અભૂતપૂર્વ રીતે શોર્ટ ટેક-ઓફ અને ઉતારણની ક્ષમતા, પેલોડ ક્ષમતા અને ઉત્કૃષ્ટ બાહ્ય વિઝિબિલિટી માટે પ્રસિદ્ધ છે.
વિમાનનુ નિયમિતપણે મેઇન્ટેનન્સ, ઓવરહોલિંગ અને સીટ રિફર્બિશમેન્ટ થાય છે તથા માન્ય એરવર્થીનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (એઆરસી) ધરાવે છે. આ ફ્લાઇટ ઓપરેટ કરવા જરૂરી તમામ SoPs સીપ્લનની કામગીરીની કાર્યકારી માર્ગદર્શિકા સાથે સુસંગત છે. ટ્વિન ઓટ્ટર 300માં નોંધપાત્ર રીતે કાર્યદક્ષ ટ્વિન ટર્બોપ્રોપ પ્રાટ્ટ એન્ડ વ્હિટ્ની PT6A-27 એન્જિન ફિટ છે, જે એની વિશ્વસનિયતા માટે જાણીતું છે. વિમાન અભૂતપૂર્વ એક્સિડન્ટ ફ્રી હિસ્ટ્રી ધરાવે છે તથા એમાં નવાઈ નથી કે આ માલ્દિવ્સની સાથે દુનિયાભરમાં ઉડાનનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા સૌથી વધુ પસંદગીનું વિમાન છે.
આ પણ વાંચો:- PF પર હવે મળશે વધુ વ્યાજ, 5000 થઇ શકે છે EPS પેન્શન, જલદી મળશે ખુશખબરી
નાગપુર, ગૌહાટી અને મુંબઈમાં સ્પાઇસજેટ સીપ્લેનના પરીક્ષણો
સ્પાઇસજેટએ વર્ષ 2017થી અત્યાર સુધી ભારતમાં સીપ્લેનના પરીક્ષણો દ્વારા હાથ ધર્યા છે અને આંતરિક જળમાર્ગો કે નદીઓ જેવા જળાશયો પર એર કનેક્ટિવિટી ચકાસનાર એકમાત્ર ભારતીય એરલાઇન છે. જ્યારે પ્રથમ તબક્કા અંતર્ગત પ્લેનના ઉતરાણના પરીક્ષણો નાગપુર અને ગૌહાટીમાં હાથ ધરવામાં આવ્યાં હતાં, ત્યારે બીજા તબક્કામાં એમ્ફિબિયસ વિમાન સંકળાયેલા હતાં, જે માટે પરીક્ષણ મુંબઈના ગિરગાંવ ચૌપાટી પર હાથ ધરવામાં આવ્યું હતું.
વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારો પૈકીનું એક બજાર હોવા છતાં ભારતમાં એરસ્ટ્રિપના વિકાસ અને જાળવણી સાથે સજ્જ મૂળભૂત માળખાગત સુવિધાઓ ધરાવતાં એરપોર્ટ ઊભા કરીને અંતરિયાળ વિસ્તારોમાં એર કનેક્ટિવિટી પ્રદાન કરવી પડકારજનક કામગીરી છે. સીપ્લેન પરફેક્ટ ફ્લાઇંગ મશીનો છે, જે વણખેડાયેલા બજારો અને ભૌગોલિક વિસ્તારો/એરિયા સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે, જે એની ભૂગોળને કારણે પડકારો ધરાવે છે.
આ પણ વાંચો:- ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો 24 કેરેટ શુદ્ધ સોનું, આ છે BharatPe ની નવી સ્કીમ
સી પ્લેન્સ પાણી પરથી ઉડાન ભરવામાં અને એના પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી ઉતરાણ કરવા માટે પટ્ટી કે રનવે ન ધરાવતા વિસ્તારોની સુલભતા આપશે. વિશ્વસનિય, મજબૂત અને લવચિક નાનાં સ્થિર પાંખિયા ધરાવતું આ વિમાન જળાશયો, કાંકરીયુક્ત મેદાનો અને ઘાસ પર ઉતરાણ કરી શકે છે એટલે એરપોર્ટ અને રનવેનું નિર્માણ કરવા ઊંચો ખર્ચ કર્યા વિના મુખ્ય પ્રવાહના ઉડ્ડયન નેટવર્કમાં ભારતના અંતરિયાળ વિસ્તારોને લાવવા પરફેક્ટ ફ્લાઇંગ મશીનો છે.
સીપ્લેન્સ તળાવ, બેકવોટર અને ડેમ જેવા જળાશયો પર ઉતરાણ કરી શકે છે, જેથી અનેક પ્રવાસન સ્થળોની સરળ સુવિધા આપશે. સ્પાઇસજેટ ઉડાન અંતર્ગત 18 સીપ્લેન રુટ ધરાવે છે, જેમાં અમદાવાદ-કેવડિયા (સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટ, સરદાર સરોવર), અગાત્તી-મિનિકૉય, અગાત્તી-કવારત્તી સામેલ છે. નવી શરૂઆત ઉડાન યોજના અંતર્ગત સીપ્લેન સર્વિસ થકી સ્પાઇસજેટ દ્વારા અંતરિયાળ વિસ્તારોને જોડવાની વધુ એક સફળ શરૂઆત છે.
આ પણ વાંચો:- મતદાનના દિવસે સવારે 'મહાગઠબંધનને મત આપો' કહી ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચમાં ફરિયાદ
ઉત્તરપૂર્વ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંદમાન, લક્ષદ્વીપ અને દરિયાકિનારાના વિસ્તારોમાં વિસ્તારો થોડા સ્થાનોમાં સામેલ છે, જેનું એમ્ફિબિયસ પ્લેન ઓપરેશન માટે મૂલ્યાંકન થયું છે. આ નવી શરૂ થયેલી સર્વિસ સાથે સ્પાઇસજેટ દેશની સૌથી મોટી પ્રાદેશિક કંપની તરીકેનું સ્થાન જાળવી રાખશે અને ઉડાન માટે પેસસેટર્સ વચ્ચે સ્થાન ધરાવે છે. આ પહેલ સ્પાઇસજેટની પ્રાદેશિક જોડાણની યોજના પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
ફ્લાઇટનું શીડ્યુલ
સ્થળથી | સ્થળ સુધી | પ્રસ્થાન | આગમન | ફ્રીક્વન્સી |
અમદાવાદ | કેવડિયા | 10.15 | 10.45 | દરરોજ |
કેવડિયા | અમદાવાદ | 11.45 | 12.15 | દરરોજ |
અમદાવાદ | કેવડિયા | 12.45 | 13.15 | દરરોજ |
કેવડિયા | અમદાવાદ | 15.15 | 15.45 | દરરોજ |
આ પણ વાંચો:- નીતિન પટેલ પર જૂતુ ફેંકનારો ભાજપનો જ પૂર્વ નેતા નીકળ્યો
સ્પાઇસજેટ લિમિટેડ વિશે
સ્પાઇસજેટ ભારતની મનપસંદ એરલાઇન છે, જેણે અભૂતપૂર્વ રીતે વધુ ભારતીયો માટે ઉડાનને વાજબી બનાવી છે. એરલાઇન 74 બોઇંગ 737, 26 બોમ્બાર્ડિયર ક્યુ-400, 11 બી737 અને બોમ્બાર્ડિયર ક્યુ-400 ફ્રેઇટર્સ ધરાવે છે તથા ઉડાન કે પ્રાદેશિક જોડાણની યોજના અંતર્ગત દરરોજ 49 ફ્લાઇટ ઓપરેટ કરતી દેશની સૌથી મોટી પ્રાદેશિક કંપની છે. એરલાઇનની મોટા ભાગનો કાફલો સ્પાઇસમેક્સ ઓફર કરે છે, જે ભારતમાં સૌથી વધુ સ્પેશિયસ ઇકોનોમી ક્લાસ સીટિંગ છે. એરલાઇન બ્રાન્ડ નેમ સ્પાઇસએક્સપ્રેસ અંતર્ગત પ્રતિબદ્ધ એર કાર્ગો સર્વિસ પણ ઓપરેટ કરે છે, જે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના રુટ પર સલામત, સમયસર, કાર્યદક્ષ અને સાતત્યપૂર્ણ કાર્ગો કનેક્ટિવિટી પૂરી પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube