અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનમાં કરો મુસાફરી, SpiceJetએ આપી આ ખાસ ઓફર

31 ઓક્ટોબરથી દેશમાં પ્રથમ સી પ્લેન સેવા શરૂ થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સેવાની શરૂઆત કરશે. પીએમ મોદી કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનની મુસાફરી કરશે.

અમદાવાદ: 31 ઓક્ટોબરથી દેશમાં પ્રથમ સી પ્લેન સેવા શરૂ થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સેવાની શરૂઆત કરશે. પીએમ મોદી કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનની મુસાફરી કરશે.

1/6
image

31 ઓક્ટોબરથી દેશની એરલાઈન્સ કંપની સ્પાઈસજેટ દરરોજ બે હવાઈ સેવાઓ શરૂ કરશે. આ હવાઈ સેવા અમદાવાદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રૂટ પર કરશે.

2/6
image

આ હવાઈ સેવા અંતર્ગત આ રૂટ પર સી-પ્લેનની ટિકિટનું શરૂઆતી ભાડુ 1500 રૂપિયા છે. સી પ્લેનની હવાઈ મુસાફરી માટે ટિકિટનું બુકિંગ www.spiceshuttle.comની વેબસાઈટ પરથી કરી શકાશે.

3/6
image

ટિકિટનું બુકિંગ 30 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. સ્પાઈસજેટની ફ્લાઈટ સાબરમતી રિવરફ્રન્ટથી 10.15 વાગ્યો પ્રથમ ઉડાન ભરશે, જ્યારે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10.45 વાગ્યે લેન્ડ કરશે.

4/6
image

સ્પાઇસજેટના ચેરમેન અજય સિંહએ જણાવ્યું હતું કે, ભારતીય એવિએશન ઇતિહાસમાં પ્રથમ વખત હશે જ્યારે કોઈ સી-પ્લેન ઉડાન ભરશે. ગર્વ કરવાની વાત એ છે કે, આ ઐતિહાસિક ક્ષણના આપણે સાક્ષી બનીશું.

5/6
image

સી-પ્લેન પ્રોજેક્ટની ગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ તની શરૂઆત કરી હતી.

6/6
image

હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવામાં આવ્યો છે. આ સી-પ્લેન માલદીવથી કોચ્ચી પહોંચ્યું હતું, ત્યારબાદ હવે તે ગુજરાતમાં આવ્યું છે.