નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ  (Flipkart) પર પ્લસ મેમ્બર્સ માટે બિગ સેવિંગ ડેઝ સેલ (Big Saving Days Sale) ની શરૂઆત થઈ ચુકી છે. આ ખાસ સેલમાં લેટેસ્ટ મોબાઇલ ફોન્સ, સ્માર્ટ ટીવી, એસી, લેપટોપ, વિયરબલ્સ સહિત અન્ય ઇલેક્ટ્રિક ડિવાઇઝ પર છૂટ અને ઓફર્સ આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 તારીખ સુધી ચાલુ રહેશે સેલ
ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઇટ પ્રમામે બિગ સેવિંડ ડેઝ 13 જૂનથી શરૂ થઈને 16 જૂન રાત્રે 12 કલાક સુધી ચાલુ રહેશે. પરંતુ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે આ સેલ 12 જૂનથી શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એકાઉન્ટ હોલ્ડર્સ કાર્ડથી પેમેન્ટ કરશે તો અન્ય ઓફરની સાથે 10 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. 


ઇલેક્ટ્રોનિક આઇટમ પર 80 ટકાની છૂટ
તમે જાણીને ચોંકી જશો કે બિગ સેવિંડ ડેઝ સેલમાં સ્માર્ટફોન સિવાય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને એસેસરીઝની ખરીદી પર 80 ડકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય સ્માર્ટવોચ પર 60 ટકા, ટેબલેટ પર 50 ટકા અને ડેસ્કટોપ પીસી અને લેટપોટ પર 30 ટકાની છૂટ મળશે. આ સેલમાં ટીવી પર 70 ટકાની છૂટ મળશે. 


આ પણ વાંચોઃ GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે


iPhone સહિત આ ફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના સેલમાં  Motorola, Google, Apple, Samsung,  Asus, Realme અને POCO જેવી બ્રાન્ડ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન તમે Google Pixel 4a ને 26999 રૂપિયામાં ખરીદી શકશો, જેની વર્તમાન કિંમત 29,999 રૂપિયા છે. આ સિવાય iQoo 3 સ્માર્ટફોન 24990 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ છે, વર્તમાનમાં તેની કિંમત 34990 રૂપિયા છે. તો Motorola Razr 5G પણ ફ્લિપકાર્ડ પર 89,999 રૂપિયામાં મળશે, જેની વર્તમાન કિંમત 1,09,999 રૂપિયા છે. ૉ


iPhone પ્રેમીઓ માટે ફ્લિપકાર્ટ સેલમાં iPhone 11 Pro 74,999 રૂપિયામાં હશે, ફોનની વર્તમાન કિંમત 79,999 રૂપિયા છે. iPhone XR પણ 39999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જેની કિંમત 42 હજાર છે. તો iPhone SE (2020) 31999 રૂપિયામાં મળશે, જેની વર્તમાન કિંમત 32,999 રૂપિયા છે. આ સિવાય અન્ય ફોન પણ ફ્લિપકાર્ટ સેલમાં તમને ઓછા ભાવે ખરીદી શકો છો. 


આ પણ વાંચોઃ 5 રૂપિયાની જૂની નોટ તમને કરાવી શકે છે 30 હજારની કમાણી, જાણો પ્રક્રિયા  


Crazy Deals પણ હોસ્ટ કરશે ફ્લિપકાર્ટ
ફ્લિપકાર્ટ વેચાણ દરમિયાન સ્પેસિફિક  'Crazy Deals' યજમાની કરશે, જેમાં સીમિત સમય માટે પસંદગીની ઓફર હશે. જેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર અન્ય ઓફર્સ સિવાય 10 ટકા ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય એક્સચેન્જ ઓફર પણ ચાલી રહી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube