GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે
નિર્મલા સીતારમને કહ્યું કે, જીએસટી કાઉન્સિલમાં રસી પર પાંચ ટકાનો ટેક્સ યથાવત રાખવાની સહમતિ બની છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજે નાણામંત્રી નિર્મલા સીતારમન (Finance Minister Nirmala Sitharaman) ની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેની જાણકારી નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં આપી છે.
કોરોના કાળમાં જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણયો
- કોરોના વેક્સિન પર 5 ટકા જીએસટી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર 75 ટકા વેક્સિન ખરીદશે અને તેના પર જીએસટી આપશે. પરંતુ જીએસટીથી થનારી 70 ટકા આવક રાજ્યોની સાથે વેચવામાં આવશે.
- ચાર પ્રકારની પ્રોડક્ટ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન રિલેટેડ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કિટ્સ અને બીજા મશીનો તથા કોવિડ સંબંધિત રાહત સામગ્રી સામેલ છે. આ રેટ્સ વિશે જલદી જાહેરાત કરવામાં આવશે તેમ નિર્મલા સીતારમને કહ્યું છે.
GST Council has approved a reduction in rate for Remdesivir from 12% to 5%. No tax on Tocilizumab, Amphotericin B medicines. GST rates on the specified items being used in COVID19 relief and management till 30th September 2021 pic.twitter.com/uP8DPqrooI
— ANI (@ANI) June 12, 2021
- જીએસટી કાઉન્સિલે કોરોનાની દવા રેમડેસિવિર પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવાના પ્રસ્વાસને મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, Tocilizumab પર કોઈ ટેક્સ લાગશે નહીં.
- ઇલેક્ટ્રિક ફર્નેસેજ અને ટેમ્પ્રેચર ચેકિંગ ઇક્વિપમેન્ટ પર જીએસટી ઘટાડી 5 ટકા અને એમ્બ્યુલન્સ પર 12 ટકા કરી દેવામાં આવ્યું છે. આ દર સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. જીઓએએ તેમાં એક ઓગસ્ટ સુધી ઘટાડાની ભલામણ કરી હતી.
- બ્લેક ફંગસની સારવારમાં કામ આવનાર એન્ટીફંગલ દવા Amphotericin કોઈ જીએસટી લાગશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે