નવી દિલ્હી: વોલમાર્ટના સામિત્વવાળી ફ્લિપકાર્ડ (FlipKart)એ કરિયાણા સામાનની ડિલિવરી (Kirana Goods Delivery ) કલાકમાં આપવાની જાહેરાત કરી છે. કંપની ઝડપથી ભારતીય છુટક વેપાર બજારમાં અન્ય ઇ-કોમર્સ કંપનીઓ ( E-commerce companies) ને માત આપવા માટે પોતાની ડિલીવરી સ્પીડ વધારી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લિપકાર્ટના ઉપાધ્યક્ષ સંદીપ કારવાના અનુસાર કંપનીની સ્થાનિક સ્તર પર તાત્કાલિક ડિલીવરી સેવા (Quick delivery service) 'ફ્લિપકાર્ટ ક્વિક' (Flipkart Kick) અંતગર્ત 90 મિનિટની અંદર કરિયાણાનો સામાન સાથે જ તાજી શાકભાજી, મીટ અને મોબાઇલ ફોન પણ પહોંચાડાશે. આ સેવા શરૂઆતમાં બેંગલુરૂમાં સિલેક્ટેડ સ્થળો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ત્યારબાદ આ વર્ષના અંત સુધી તેનો વિસ્તાર દેશના મોટા શહેરોમાં કરવામાં આવશે. 


ભારતના રીટેલ માર્કેટ (Retail market) હાલમાં 950 અરબ ડોલરને આંબી ગયું છે અને 2025-26 સુધી 1,300 અરબ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. તેમાં ઇ કોમર્સ બિઝનેસ (E- Commerce Business) 78 અરબ ડોલર રહેવાનું અનુમાન છે જે 2025 સુધી 100 અરબ ડોલર સુધી પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. તેમાં કરિયાણાનો સામાનનો બિઝને સૌથી નવી આઇટમ છે. જેમાં ઇ-કોમર્સ કંપનીઓ શરૂઆત કરી રહી છે. અમેઝ્યોન પણ કરિયાણાનો સામાન તાત્કાલિક ડિલીવરીનો દાવો કરે છે. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube