નવી દિલ્હી : દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટે બુધવારે જાહેરાત કરી છે કે એ જુના સામાનને નવો બનાવીને વેચશે. આ માટે એણે એક નવી વેબસાઇટ લોન્ચ કરી છે જેનું નામ 2GUD છે. હાલમાં વેબસાઇટ પર જુનો ઇલેક્ટ્રોનિક સામાન વેચવામાં આવશે પણ આ સાથે કંપની ગુણવત્તા સર્ટિફિકેટ પણ આપશે. આ ઉત્પાદન ઓછી કિંમતે મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્ટોરમાં જુના મોબાઇલ ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ અને ટેબલેટ જેવા ડિવાઇસ મળશે. આ સિવાય કંપનીએ માહિતી આપી છે કે આવનારા દિવસોમાં ફ્લિપકાર્ટના આ નવા સ્ટોરમાં સ્પીકર, પાવર બેંક, હેર ડ્રાયર, હેર સ્ટ્રેટનર, ટીવી સેટ અને આવા જ 400થી વધારે ઉત્પાદન મળશે. 


માનવામાં આવે છે કે આ નવા ઇ-કોમર્સ પોર્ટલ 2GUDના ઉત્પાદન નવા પ્રોડક્ટની સરખામણીમાં 80 ટકા સસ્તા હોઈ શકે છે. કંપનીના સીઇઓ કલ્યાણ કૃષ્ણામૂર્તિએ એક રિલીઝમાં કહ્યું છે કે આ માર્કેટ હજી અસંગઠિત છે અને કંપની આવનારા દિવસોમાં એને એક વ્યવસ્થિત સ્વરૂપ આપશે. આ નવી સાઇટને નાના શહેરોમાંથી સારો એવો રિસ્પોન્સ મળવાની આશા છે. અહીં લોકોની ખરીદી ક્ષમતા ઓછી પણ એનો ઉપયોગ કરવા માગતા હોય છે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...