'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

હિન્દુ યુવતીને શારીરિક અને માનસિક રીતે બરબાદ કરી નાખવાનો કિસ્સો બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બોપલ પોલીસે વિધર્મી પ્રેમીની ધરપકડ કરી આ કાંડના મૂળ સુધીની તપાસ હાથ ધરી છે.

 'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

ઉદય રંજન/અમદાવાદ: વિધર્મી યુવક અને તેના ભાઇ એ સાથે મળીને હિન્દુ યુવતીને શારીરિક અને માનસિક રીતે બરબાદ કરી નાખવાનો કિસ્સો બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બોપલ પોલીસે વિધર્મી પ્રેમીની ધરપકડ કરી આ કાંડના મૂળ સુધીની તપાસ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાની બોપલ પોલીસની ગીરફતમાં ઉભેલા આ શખ્સનું નામ સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર છે, જેની બોપલ પોલીસે હિન્દુ યુવતીના નગ્ન વિડિયો બનાવી બ્લેક મેઈલ કરવાના કેસમાં પુણાથી ધરપકડ કરી છે. 

Add Zee News as a Preferred Source

જો આ આખો બનાવ શું છે તેની વાત કરીએ તો અમદાવાદના બોપલના એક ધનિક પરિવારની પુત્રી અભ્યાસ અર્થે પુણા ગઈ હતી, ત્યારે એક મુસ્લિમ યુવક પણ તેના ક્લાસમાં હતો. જેણે આ હિન્દુ યુવતીનો ફોટો દેખાડી ઇન્સ્ટા આઈડી અને મોબાઇલ નંબર તેના ભાઈ સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર આપી યુવતીને ફસાવવા માટે કહ્યું હતું. ત્યારે આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકારે યુવતી સાથે અલગ અલગ માધ્યમની સંર્પક કરી હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવ્યો હતો. ત્યારબાદ ગોવા સહિત અલગ અલગ સ્થળ પર હિન્દુ યુવતીને મળવા માટે બોલાવી હતી અને તેના અંગત પળોના વિડીયો બનાવી લીધા હતા. 

No description available.

બાદમાં સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકારે વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને બ્લેક મેઈલ કરવાનું શરુ કરું હતું અને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા હતા. જેમાં આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર હિન્દૂ યુવતીને જ્યારે મળવા માટે બોલાવતો ત્યારે તેને શરીર પર સિગારેટના ડામ પણ આપ્યો હતો. ત્યારબાદ હિન્દૂ યુવતીને પોતાને મળવા માટે દબાણ કરતો હતો અને માતા પિતા ના પાડે તો તેની સામે હાથની નાસ કાપી નાખવા માટેથી દબાણ કરતો હતો અને હિન્દૂ યુવતી હાથની નસ પણ કાપી ચુકી છે.

આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર આટલાથી ના અટકતા અને બ્લેક મેઈલ કરીને હિન્દૂ યુવતીના માતા પાસેથી વિડીયો વાયરલ ના કરવાની ધમકી આપીને 90 હજાર પણ પડાવ્યા હતા. અંતે પરિવારે કંટાળીને બોપલ પોલીસનો સંપર્ક કરીને આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં બોપલ પોલીસે આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકારની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. જેમા ખાસ કરીને આરોપી પાસે જે હિન્દુ યુવતીના વિડીયો સહીત મોબાઈલ કબ્જે કરીને પુરાવા એકત્ર કરતા હતા, સાથે જ એ પણ તપાસ શરૂ કરી છે કે આ સિવાય અન્ય કોઈ યુવતીને આ રીતે શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ કરી છે. સાથે જ એ પણ તપાસ શરુ કરી છે કે શું આ કોઈ રેકેટ છે કે શું?

No description available.

મૂળ પુણેના સાહિલ અહેમદ નામના યુવકે તેના ભાઈ સાથે મળીને અમદાવાદની હિન્દૂ યુવતીને શોધી પાંચ વર્ષ સુધીનો સમય તેને ફસાવવા માટે રાહ જોઈ, અંતે યુવતી ફસાઈ અને બ્લેકમેલ કરીને તેની જિંદગી બરબાદ કરી નાખવાનો ખેલ રચ્યો. સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર, યુવતીને એ હદ સુધી વશમાં કરી લીધી હતી કે યુવતીના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ગુપ્ત પાસવર્ડ સહિતની બાબતો મેળવી લીધી અને ધાર્યું કરાવતો. 

આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર, આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહિમ સતારકાર વિડિયો કોલ કરી યુવતીને સીગારેટ પીવાનુ કહેતો અને તેના કપડાં ઉતારવાનું કહેતો જેનું પણ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતો હતો. આરોપી અને જેના આધારે પણ બ્લેકમેલ કરતો હતો, એ પ્રમાણે યુવતી કરતી પણ હતી. છેલ્લા છ મહિનાથી અને તેની માતા પાસેથી બ્લેકમેલ કરીને 90 હજારથી વધારેની રકમ પડાવી લીધી હતી. જોકે અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બોપલ પોલીસે પૂણેથી આરોપી સાહિલની ધરપકડ કરી લીધી છે. આ કેસના વધુ નવા ખુલાસા શું થાય છે એ જોવું રહ્યું? ત્યારે દરેક હિન્દુ પરિવાર માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news