રાહત પેકેજના બીજા ભાગમાં કોને શું મળ્યું, જાણો નાણામંત્રીની મોટી જાહેરાત
બુધવારે નાણામંત્રી નિર્મલા સીતામરને આશરે 6 લાખ કરોડના પેકેજન જાહેરાત કરી હતી. આ પેકેજમાં એમએસએમઈથી લઈને રિયલ એસ્ટેટ કંપનીઓ અને સામાન્ય કરદાતાઓને રાહત આપવામાં આવી હતી.
નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેના પ્રથમ તબક્કામાં બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમને ઘણી મોટી જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે MSMEથી લઈને રિયલ એસ્ટેટ, કંપનીઓ અને સામાન્ય કરદાતાઓને રાહત આપી હતી. આ રાહત આપવાનો સિલસિલો બુધવારે પણ જારી રહ્યો હતો અને નાણામંત્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
આજની મોટી જાહેરાતો
- ન્યૂનતમ મજૂરીનો અધિકાર તમામ મજૂરોને આપવાની તૈયારી. આ પ્રકારે ન્યૂનતમ મજૂરીમાં પ્રાદેશિક અસમાનતા ખતમ કરવાની યોજના. તો નિમણૂંક પત્ર પણ આપવામાં આવશે.
- તમામ કર્મચારીઓ માટે વાર્ષિક હેલ્થ ચેકઅપ ફરજીયાત કરવાની યોજના. સંસદમાં તેના પર વિચાર થઈ રહ્યો છે.
- ઘરે તરત ફરતા પ્રવાસી મજૂરોની મદદ કરવામાં આવી રહી છે. તેને મનરેગામાં રોજગાર દેવામાં આવશે. 2.33 કરોડ લોકોને ફાયદો. ન્યૂનતમ મજૂરી પહેલા વધારીને 182થી 202 રૂપિયા કરી દેવામાં આવી છે.
LIVE: નાના ખેડૂતોને રાહત દરે 4 લાખ કરોડની લોન, લોનના વ્યાજ પર 31 મે સુધી છૂટ
- ખેડૂતોએ 4.22 લાખ કરોડની લોન લીધી, ખેડૂતોને લોન પર 3 મહિનાની છૂટ આપવામાં આવી છે. વ્યાજ સબવેંશન સ્કીમને વધારીને 31 મે સુધી કરવામાં આવી છે. 25 લાખ નવા કિશાન ક્રેડિટ કાર્ડ જારી. નાબાર્ડે ગ્રામીણ બેન્કોને 29,500 કરોડની મદદ કરી છે.
- નાણાપ્રધાને જણાવ્યું કે, બીજા ભાગમાં પાટા-રેકડી કારોબારી, નાના ખેડૂત, પ્રવાસી ક્ષમિકો સાથે જોડાયેલી જાહેરાત થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube