આજે સાંજે 4 વાગે નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ, આ સેક્ટરો માટે થઈ શકે છે મોટી જાહેરાત
આર્થિક પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ત્રીજીવાર પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે 4 વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ત્રીજા ઈન્સ્ટોલમેન્ટ અંગે જાણકારી આપશે. જાણકારોનું માનીએ તો આજે એવિએશન, પર્યટન અને હોટલ ઈન્ડસ્ટ્રીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આ અગાઉ ગુરવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના સંકટમાં 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજના બીજા ઈન્સ્ટોલમેન્ટની જાહેરાત કરી. આ પેકેજમાં ખેડૂતો, પ્રવાસી મજૂરો, રેકડીવાળા, નાના વેપારીઓ, મીડલ ક્લાસ માટે જાહેરાતો કરી હતી.
નવી દિલ્હી: આર્થિક પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ત્રીજીવાર પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે 4 વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ત્રીજા ઈન્સ્ટોલમેન્ટ અંગે જાણકારી આપશે. જાણકારોનું માનીએ તો આજે એવિએશન, પર્યટન અને હોટલ ઈન્ડસ્ટ્રીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આ અગાઉ ગુરવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના સંકટમાં 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજના બીજા ઈન્સ્ટોલમેન્ટની જાહેરાત કરી. આ પેકેજમાં ખેડૂતો, પ્રવાસી મજૂરો, રેકડીવાળા, નાના વેપારીઓ, મીડલ ક્લાસ માટે જાહેરાતો કરી હતી.
નાણામંત્રીએ પ્રવાસી મજૂરો માટે 3500 કરોડની મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આગામી 2 મહિના સુધી દરેક મજૂરોને 5 કિલો ઘઉ કે ચોખા મળશે. રાશનકાર્ડ વગરના લોકોને પણ રાશન મળશે. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે હવે દેશમાં રેકડી કે ઠેલા ચલાવનારાઓ 10000 રૂપિયાની લોન લઈ શકશે. જેનો ફાયદો દેશના 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને થશે.
મિડલ ઈનકમ ગ્રુપ, જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખ રૂપિયા વચ્ચે છે તેમના માટે અફોર્ડેબલ હાઉસિંગ માટે ક્રેડિટ લિંક સબ્સિડી સ્કિમનો ફાયદો માર્ચ 2021 સુધી વધારવામાં આવ્યો છે. અગાઉ આ યોજના માર્ચ 2020માં પૂરી થઈ રહી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube