Groundnut Oil prices Hike રાજકોટ : તહેવારો પહેલાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સીઝનની શરૂઆત પહેલા જ સીંગતેલમાં ડબ્બા દીઠ વધારો ઝીંકાયો છે. રાજકોટમાં શુક્રવારના ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ડામ પડ્યો છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલમાં એક ડબ્બાનો ભાવ 10 રૂપિયા વધ્યો છે. આમ, શુક્રવારે ઉઘડતા બજારે જ ખાદ્ય તેલના ભાવોમાં ફરી ભડકો થયો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના તેલના માર્કેટના અપડેટ અનુસાર, સિંગતેલમાં એક ડબ્બાનો ભાવ 10 રૂપિયા વધ્યો છે. તો આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર રૂપિયાની આસપાસ થયો છે. તેજી અને સટ્ટાખોરીના કારણે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ મગફળીની આવક ઓછી થતા ભાવ વધી હોવાનું વેપારીઓનું કહેવું છે. વરસાદી સિઝનના કારણે મગફળીની આવક ઓછી થઈ છે. તો બીજી તરફ, કપાસિયા અને અન્ય તેલના ભાવમાં પણ વઘારો કરાયો છે. 


શુક્રવારથી સોમવાર સાચવજો : 4 દિવસ ગુજરાતમા ભયાનક વરસાદની આગાહી, આ દિવસે પૂર પણ આવશે


મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ખાદ્યતેલના ભાવમાં સીધો 100 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલમાં ૭૦ થી ૮૦ , કપાસિયામાં ૧૦૦ અને પામોલિનમાં ડબ્બે રૂપિયા ૧૦૦નો ભાવ વધારો થયો છે. તો બીજી તરફ, શાકભાજીના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. મોંઘવારીના લીધે માધ્યમ વર્ગીય પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


ગુજરાતમાં અદાણીનો CNG વધુ મોંઘો બન્યો, આજથી આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે


રાજકોટના ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈએ ઝી 24 કલાકને જણાવ્યું કે, ખેડૂતોને પાકનો પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારી પર સરકારે વિચારવાની જરૂર છે. મગફળીનો સ્ટોક પૂરો થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાને લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક મહિના પૂર્વે સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 80 નો ઘટાડો થયો હતો, જે ફરીથી તેમાં તેટલો જ રૂપિયા 70 થી 80 નો વધારો થયો છે. ઉત્તર પ્રદેશથી જે મગફળી આવે છે, તેની આવકમાં રૂકાવટ થતાં ભાવ વધારો થયો છે.


ગુજરાતના રાજકારણમા મોટા ફેરફારના સંકેત, આ દિગ્ગજ નેતાનુ નામ રાજ્યસભાની રેસમા ઉમેરાયુ


મધ્યપ્રદેશથી ગુજરાત ફરવા આવેલા વૃદ્ધ ગીરમાં બે ખીણ વચ્ચે ફસાયા, માંડ રેસ્ક્યૂ કરાયું